Abtak Media Google News

કોલકાતા મેડિકલ કોલેજની એડ હોસ્પિટલમાં પેટના દર્દથી પરેશાન દર્દીના પેટમાંથી તબીબે સર્જરી કરીને 639 નખ બહાર કાઢ્યા છે. દર્દી માનસિક બિમારીથી પિડીત છે અને હવે તેની તબિયત સુધારા પર છે. સર્જરી કરનાર તબીબે જણાવ્યું હતું કે 48 વર્ષીય દર્દી મનોરોગી છે અને તેને દરરોજ નખ ખાવાની બિમારી હતી. જેના કારણે તેને પેટમાં દુખાવાની ફરિયાદ રહેતી અને તેને સતત ઉલ્ટી થયા કરતી હતી. તેને બે અઠવાડિયા અગાઉ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. દર્દીની એન્ડોસ્કોપી બાદ તેના આંતરડામાં ઘણા બધા નખ જોવા મળ્યા હતા.

તબીબ વિશ્વાસે જણાવ્યું હતું કે દર્દીને શુક્રવારે દાખલ કરવામાં આવ્યો હતો અને તેને પ્લાજમા-એમ્બુમિનનું અસંતુલન હતું. ઓપરેશન કરવામા ઘણો સમય લાગ્યો હતો અને ઓપરેશન બાદ બે ઇંચથી વધારે મોટા નખ પેટમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. તબીબે ભગવાનો આભાર વ્યક્ત કરતાં કહ્યું કે ઓપરેશન સમયે કોઇ મોટી સમસ્યા ઉદ્દભવી નહોતી. દર્દીની પરિસ્થિતિ પહેલા કરતાં ઘણી સારી છે અને તે તબીબના પરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.