Abtak Media Google News

અબતક સાથેની વાતચીત દરમિયાન બાળરોગ નિષ્ણાંત ડો.સ્વાતી પોપટ એ જણાવ્યું હતુ કે તે ૨૫ વર્ષથી રાજકોટ ખાતે પ્રેકટીસ કરે છે. ડોકટર એટલે સામાન્ય રીતે કહેવાય કે જે દર્દીની સારવાર કરે તે વૈજ્ઞાનિક રીતે જોવા જઈએ તો જે અભ્યાસ કર્યો હોય દર્દીને રોગ માટે નિદાન કરી સારવાર કરી શકવાની ક્ષમતા ધરાવતા હોય તેને ડોકટર કહીશું તેમાં પણ અલગ અલગ ડીગ્રી હોય છે. હું મારા પ્રોફેશનથી અત્યંત ખૂશ છૂં સાથે ટકાથી પણ વધુ ખુશ છું તેવું કહી શકું.

એટલા માટે કે આ એટલો નોબેલ પ્રોફેશન છે એટલુ ઉમદા છે કે જેમાં સારવાર કર્યા બાદ દર્દી સારો થાયતેનો આનંદ દર્દીને થાય તેના કરતા પણ સવિશેષ અમને થાય છે કે અમે આપના માટે કંઈક કરી શકયા અમારી દિનચર્યા ખૂબજ વ્યસ્ત હોય છે. સવારમાં ઉઠીએ ત્યારથી અમે હોસ્પિટલ આવવા માટે તૈયારીઓ કરી કામ પર આવી અને તેમાંપ ણ ખૂબજ વધુ સમય આપી અમે જે ડોકટર બન્યા છીએ તેને ન્યાય આપવાનો પ્રયત્ન કરતા હોય છીએ મેડિકલ સાયન્સમાં કે કોઈ પણ વ્યવસાયમાં અપડેટ રહેવું ખૂબ જરૂરી હોય છે. તે પગલે પગલે આપણને ઉપયોગી પણ થતું હોય છે. અમારા વ્યવસાયમાં અપડેટ રહેવા માટે અલગ અલગ સેમીનાર, કોન્ફરન્સો, અલગ અલગ સીએમઈ ગોઠવતા હોય છીએ તે સમયાંતરે લોકલ લેવલ પર હાય ગુજરાત લેવલ તથા નેશનલ લેવલ પર હોય કે જેમાં અમે સારા વ્યવસાયીક ડોકટરો પાસેથી જ્ઞાન મેળવતા હોય અમુક અમુક જનરલો બહાર પડતી હોય તે પણ મંગાવતા હોય દર્દીને સમજવા માટે તેની જગ્યાએ આપણે બેસવું જરૂરી છે દર્દીને શું મુશ્કેલી પડે છે. તેના પ્રશ્ર્નો શું છે તેની તકલીફો જાણવાનો પ્રયત્ન કરીએ છીએ અને ત્યારબાદ તેના પ્રશ્ર્નોનું નિદાન કરી સારવાર કરીએ છીએ તેના માટે હૂફ પ્રેમ લાગણી અને આડતની જરૂરીયાત હોય છે. તે બધાનો સમનવય થઈને મુશકેલીઓનું નિરાકરણ લાવીએ છીએ,.

વધુ વાત કરતા જણાવ્યું કે મોટીવેશન દરેક વ્યવસાયમાં જરૂરી છે. અમે મોટીવેશન એ રીતે મેળવીએ કે અમે જે દર્દીઓને સાજા કર્યા છે તે દર્દીઓ જયારે પાછા આવરી અને અમને જણાવે અને ખૂશ થાય કે આ દવા લેવાથી તમારી સારવારથી અમારૂ બાળક ખૂબજ સારૂ થઈ ગયું છે. ત્યારે અમને અત્યંત સંતોષ થાય. તેમણે અમારામાં શ્ર્વિસ મૂકયો છે તેની લાગણી અનુભવીએ છીએ અને તે જ અમારૂ મોટીવેશન છે. અને બીજુ પગલુ અમારૂ વિશે અને સારૂ નિવડે તેનો પ્રયત્ન કરીએ છીએ અમારા માટે થોડુ મુશ્કેલ હોય કારણ કે ગમે ત્યારે ઈમરજન્સી આવે તો દોડવું પડે અને વધારે કલાકો અમે અમારા વ્યવસાયમા વ્યસ્ત હોય છીએ એટલે ઘર, સમાજ અને કુટુંબ માટ ઓછો સમય રહે છે. પરંતુ જે સમય બચે તે કવોલીટી ટાઈમ અમે પૂરેપૂરો પરિવારને ન્યાય આપવ, તેમની સાથે ગાળવાનું પસંદ કરીએ તેમની સાથે ખુશ રહીએ છીએ.

ડોકટર્સ ડે નિમિતે લોકોને એ જ સંદેશો આપીશ કે વૈજ્ઞાનિક રીતે ખૂબજ મહેનત કરીને આ જગ્યાએ પહોચી અમે તમારા સ્વાસ્થ્યની ખૂબજ તકેદારી રાખવા માટે પ્રયત્નશીલ હોઈએ છીએ અમે એટલા અપડેટ રહવે ખૂબજ વ્યસ્ત રહીએ છીએ અને ઈમરજન્સીમાં ખડે પગે ઉમા રહેવા તૈયાર હોઈ છીએ ત્યારે અમારી એક જ નાની માંગણી હોય છે કે તમે અમને સમજો અને અમારી મુશ્કેલીઓને સમજી અમારી સાથે વર્તન કરો તે ખૂબજ અગત્યનું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.