વડાપ્રધાનનો જન્મદિન જિલ્લા ભાજપે સેવા દિન તરીકે ઉજવ્યો

110

શાળા, સિવિલ હોસ્પિટલ, સેવા બસ્તીમાં પૌષ્ટિક આહાર, ફ્રુટ વિતરણ, કપડા વિતરણ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૭૦માં વર્ષના જન્મદિવસે શુભેચ્છા પાઠવતા રાજકોટ જીલ્લા ભાજપ અધ્યક્ષ ડિ.કે.સખીયા તથા મહામંત્રી ભાનુભાઈ મેતા,  જયંતિભાઈ ઢોલ,  ડો.ભરતભાઈ બોઘરાએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌનો સાથ, સૌનો વિકાસના મંત્ર સાથે વિશ્વમાં આજે ભારત માર્ગદર્શક બન્યું છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે બહેરા-મૂંગા શાળામાં તથા અંધ મહિલા વિકાસ ગૃહમાં દિવ્યાંગ ભાઈઓ-બહેનોને ફ્રુટ તથા નાસ્તા વિતરણ તેમજ સિવિલ હોસ્પિટલ ખાતે દરિદ્ર નારાયણોને ફ્રુટ વિતરણ અને સેવા બસ્તીમાં કપડા વિતરણ કરી મોદી સાહેબના જન્મદિવસ નિમિતે સેવા સપ્તાહની ઉજવણી શરૂઆત કરવામાં આવી હતી

આ પ્રસંગે જીલ્લા ભાજપ અધ્યક્ષ ડિ.કે.સખીયાએ જણાવેલ કે, આજે ૧૭ સપ્ટેમ્બરે જોગાનુંજોગ નર્મદા ડેમ પૂરેપૂરો ભરાયેલો છે. એટલે કે ૧૩૮.૬૭ મીટરે આજે છલકાણો અને આપણા નરેન્દ્રભાઈ જન્મ દિવસ જેની ખુશી આખા ગુજરાતમાં છે.

આ તકે ભાનુભાઈ મેતાએ જણાવ્યું હતું કે, નરેન્દ્રભાઈ મોદી નાનપણથીજ દેશ માટે અને બીજા માટે કંઇક કરી છૂટવાનો ભાવ તેમજ તેમનામાં નીડરતા તથા સાહસિકતા હોવાના કારણે મોદી સાહેબે કાશ્મીરમાંથી ૩૭૦ અને ૩૫-એ કલમ હટાવવાના ઐતિહાસિક નિર્ણય લઈને રાષ્ટ્રવાદનો પરિચય આપ્યો છે. સમાજના તમામ લોકોએ નરેન્દ્રભાઈ મોદીના કાર્યોમાંથી પ્રેરણા લઇ સૌએ સેવાકાર્યોમાં લાગી જવું જોઈએ અને છેવાડાના માનવીને સરકાર તરફથી મળતા લાભોની જાણકારી આપીને સેવાકીય કાર્યો કરવા જોઈએ.

વધુમાં, અંધ મહિલા વિકાસ ગૃહના ટ્રસ્ટી જયાબેન ઠકરારના ચરણસ્પર્શ કરીને રાજકોટ જીલ્લાના મહામંત્રી ભાનુભાઈ મેતાએ તેમના આશીર્વાદ લીધા હતા. આ તકે તેના પ્રત્યુતરમાં જયાબેન ઠકરારએ નરેન્દ્રભાઈ મોદીને ખુબ લાંબુ આયુષ્ય મળે અને રાષ્ટ્રસેવા કરતા રહે તેવી શુભેચ્છા પાઠવી હતી.

આ તકે તાલુકા પ્રમુખ વલ્લભભાઈ શેખલિયા, જીલ્લા યુવા મોરચા મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજા, જીલ્લા યુવા ઉપપ્રમુખ હિરેનભાઈ જોશી, તાલુકા યુવા પ્રમુખ પ્રવીણભાઈ સેગલીયા, મિડિયા ઇન્ચાર્જ અરુણભાઈ નિર્મળ, જયેશભાઈ પંડ્યા, દિનેશભાઈ વિરડા, અમૃતલાલ દેવમુરારી, રજનીભાઈ સખીયા, ડેનીશભાઈ પટેલ, વિવેક વિરડીયા, કશ્યપ પંડ્યા સહીતના જીલ્લાના તથા તાલુકાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની સંપૂર્ણ વ્યવસ્થા અલ્પેશભાઈ અગ્રાવત, મયુરસિંહ જાડેજા, વિવેક સાતા, કિશોર ચાવડાએ સંભાળી હતી.

Loading...