Abtak Media Google News

નિયમાનુસાર પગલા ભરવાની કાર્યવાહી કરવા આંખ આડા કાન કરતી લોધિકા તાલુકા પંચાયત

લોધીકા તાલુકાની નગરપીપળીયા ગ્રામ પંચાયતમાં છેલ્લા ૧૧ વર્ષથી પાણી પુરવઠા કામદાર/ શ્રમિક તરીકે ફરજ બજાવતા અનુસુચિત જાતિના વાઘેલા દલસુખભાઈ પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના તા.૨૫/૦૪/૧૯૮૬ના પરિપત્રથી જણાવ્યા મુજબ લઘુતમ વેતન ધારા અન્વયે ગ્રામ પંચાયતો એ ચુકવવાનું હોય તેમજ વેતન દર ઉપરાંત જીવન નિર્વાહ આંક ઉપર આધારીત ખાસ ભથ્થુ છ-છ માસ માટે અમલમાં હોય તે મુજબ રકમ તેમજ આઠ કલાકથી ઉપરના કામની ઓવરટાઈમ અંગેની માંગણી કરતા તેમજ તેમના કામના કલાકો નકકી કરવા તથા કાયદા મુજબ અઠવાડિક એક રજા આપવા બાબતે અવાર નવાર લેખિત તેમજ મૌખિક રજુઆતો કરવા છતા ગ્રામ પંચાયત સભા કે ગ્રામસભા હઠાગ્રહપૂર્વક એક પણ ઠરાવ ઠરાવબુકમાં અરજી મુજબ લખવામાં આવેલ નથી. પાણી પુરવઠા કામદાર દ્વારા પોતાની અરજી મુજબ પોતાના ઠરાવોની માંગણી કરતા ગત તા.૭/૮ના પત્રથી લેખિતમાં ઠરાવો આપવાની ના પાડી ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૭ની કલમનું ઉલ્લંઘન કર્યું છે.

દલસુખભાઈએ ગત તા.૧૩/૬ના રોજ મદદનીશ શ્રમ આયુકતને અરજી કરતા ગત તા.૩૧/૭ના રોજ સરકાર શ્રમ અધિકારી (ખેત) તરફથી રૂબરૂ મુલાકાત લઈ તપાસણી સમયે માલુમ પડયું. અનિયમિતતા દર્શાવતી તપાસ નોંધ તલાટી-કમ-મંત્રીને રૂબરૂ આપવામાં આવી અને તપાસ નોંધમાં જણાવ્યું. અનિયમિતતાઓ દુર કરી દિવસ-૧૦માં તમામ રેકર્ડ/ રજિસ્ટર કચેરીમાં રજુ કરવા જણાવેલ જે ૨૭ દિવસે રજુ કરી આવક નં.૮૧૪ થી સરકારી શ્રમ અધિકારી કચેરીના રજિસ્ટરે નોંધાયેલ છે. તેમજ મજકુર કર્મચારીને તા.૧૪/૮ની ગ્રામસભામાં છુટા કર્યા અંગેનો કાયદા વિરુઘ્ધ ઠરાવ કર્યો છે તે બાબતનો ઉલ્લેખ સરકારી શ્રમ અધિકારીએ રાજકોટને કરેલ રીપોર્ટમાં કર્યો નથી આ બાબતે ઈરાદાપૂર્વક બદઈરાદાથી છુપાવવામાં આવી હોય તેવું સ્પષ્ટ માલુમ પડે છે.

ગ્રામસભામાં કાયદા વિરુઘ્ધ ઠરાવ કરી કામદારને છુટા કરતા ગત તા.૧૬/૮ થી તાલુકા વિકાસ અધિકારીએ લોધીકાને રજિસ્ટર પોસ્ટથી અરજી કરી કાયદા વિરુઘ્ધમાં કરવામાં આવેલ ઠરાવ હુકમની બજવણી મોકુફ રાખવા બાબત તેમજ જાહેર સેવકો, રાજય સેવકો દ્વારા કરવામાં આવતો સતાનો દુરઉપયોગ બદલ જવાબદારો સામે પગલા ભરવા રજુઆત કરવામાં આવી છે અને આ અરજીની નકલો નાયબ જિલ્લા વિકાસ અધિકારી પણ આપી છે. તેમજ તા.૨૮/૮ તથા તા.૪/૯ના રોજ તાલુકા વિકાસ અધિકારીએ લોધીકાને રૂબરૂ મળી આ બાબતે તાત્કાલિક કાર્યવાહી કરવા અપીલ કરવામાં આવી હતી.

આ બાબતે કોઈપણ જાતની કાર્યવાહી ન થતા જિલ્લા વિકાસ અધિકારીએ રાજકોટને તાજેતરમાં કાયદા વિરુઘ્ધ કરવામાં આવેલ ગ્રામ પંચાયતના પંચાયત સભા તેમજ ગ્રામ સભાના ઠરાવો પ્રતિષેધ કરવા તેમજ નગરપીપળીયા ગ્રામ પંચાયતનું વિસર્જન/ પદ્ચ્યુતિ કરવા અંગેની આધાર પુરાવા સાથેની આક્ષેપ નં.૧ થી ૧૩ની અરજી કરી તાત્કાલિક કાર્યવાહી કરવા અરજ કરી છે. જેની જાણ નાયબ નિયામકને સામાજિક અને અધિકારીતા વિભાગ, એસ.પી., કલેકટર, રાજકોટ તેમજ વિકાસ કમિશનર, ગાંધીનગરને પણ કરવામાં આવેલ છે. તેમજ આ અંગે જિલ્લા વિકાસ અધિકારીએ રાજકોટને તાજેતરમાં લોધીકા મુકામે રૂબરૂ રજુઆત કરેલ છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.