મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ૭મી વિડીયો કોન્ફરન્સમાં લોકડાઉન-૪ અંગે થઈ આ ચર્ચા

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ૭મી વિડીયો કોન્ફરન્સ કેબિનેટ બેઠક મળી

લોકડાઉન-૪ અંગે મહત્વપૂર્ણ ચર્ચા કરાઈ: ઉધોગોને ફરી ધબકતા કરવાનો વ્યુહ ગોઠવાયો

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં આજરોજ ૭મી વિડીયો કોન્ફરન્સ કેબિનેટ બેઠક મળી હતી જેમાં લોકડાઉન-૪ અંગે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી સાથો સાથ ઉધોગોને ફરી ધબકતા કરવાનો વ્યુહ પણ ગોઠવવામાં આવ્યો હતો.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં અધ્યક્ષ સ્થાને આજે સવારે ૧૧ વાગ્યે રાજયમંત્રી મંડળની સતત ૭મી વિડીયો કોન્ફરન્સ કેબિનેટ બેઠક યોજાઈ હતી જેમાં કોરોના સંક્રમણનાં સમયમાં પ્રજાહિતનાં કામોનાં નિર્ણયો લેવામાં આવ્યા હતા.

વિડીયો કોન્ફરન્સમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા તેમજ મંત્રીમંડળનાં અન્ય મંત્રીઓએ હાજરી આપી હતી. આ મંત્રીઓ કલેકટર કચેરીઓ ખાતેથી વિડીયો કોન્ફરન્સનાં માધ્યમથી કેબિનેટ બેઠકમાં જોડાયા હતા. આ બેઠકમાં લોકડાઉન-૪ અંગે પણ વિશેષ ચર્ચાઓ કરવામાં આવી હતી.

કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે જરૂરી પગલા લેવાની ચર્ચા પણ કરવામાં આવી હતી. વધુમાં હાલ ધંધા-રોજગાર બંધ હોય તેને ફરી ધબકતા કેમ કરવા તેનો વ્યુહ પણ ગોઠવવામાં આવ્યો હતો.

Loading...