ગુરુ ગ્રહની દિશા બદલાઈ: જાણો કઈ રાશિને કેવીરીતે થશે અસર, આ જાતકોને થશે ફાયદો

આજે વર્ષ 2020નું છેલ્લું ચંદ્રગ્રહણ કે જે શરૂ થઈ ગયું છે પરંતુ આ ગ્રહણ ભારતમાં કોઈ પણ સ્થળ પર દેખાવાનું નથી .આજના આ ચંદ્રગ્રહણની અવધિ 4 કલાકને 21 મિનિટની છે.બપોરના સમયે 12:59:05 pm થી શરૂ થયેલું આ ચંદ્રગ્રહણ સાંજે 5:25 pm સુધી ચાલશે. ગ્રહોની – દિશાની વાત કરીએ,તો ગુરુ ગ્રહની દિશા બદલાઈ છે જે વર્ષ 2021ની 5મી એપ્રિલ સુધી રહેશે. તો જાણીએ, આવતા દિવસોમાં ગુરુ ગ્રહની દિશા કઈ રાશિમાં કેવી રહેશે અને તેનાથી જાતકોને શું ફાયદો થશે ? શુ સાવચેતી રાખવી પડશે ?

1.મેષ રાશિ (અ, લ,ઈ ) :

ગુરુ કર્મભુવનમાંથી પસાર થશે
> વેપાર ધંધા બાબતે કાળજી રાખવી
> કુટુંબ પરિવાર માટે સારું
> જમીન મકાન ખરીદીનો યોગ
> જૂની બીમારીઓમાંથી રાહત મળશે

2.વૃષભ રાશિ ( બ, વ,ઊ ) :

ગુરુ ભાગ્યભુવનમાંથી પસાર થશે
> ધાર્મિક,આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં વધારો થશે
> આરોગ્યમાં સુખાકારી જળવાઈ રહેશે
> નાના ભાઈ-બહેનો સાથે સુમેળ
> મહેનતનું ફળ મળશે
> વિધામાં ફળ મળશે

3.મિથુન રાશિ (ક,છ,ધ ):

ગુરુ આયુષ્યભુવનમાંથી પસાર થશે
> કિડની , ડાયાબિટીસની બીમારીમાં ધ્યાન રાખવું
> ખર્ચા પર કાબુ મેળવાશે
> આર્થિક બચત કરી શકાશે
> ઘરનાં સભ્યો સાથે સુમેળ થશે

4. કર્ક રાશિ ( ડ ,હ ) :

ગુરુ સાતમા સ્થાન પરથી પસાર થશે
> પતિ-પત્ની અને સુમેળ બનાવવો જરૂરી
> જાહેર જીવનમાં ધ્યાન રાખવું
> ભાગીદારી વેપારમાં ધ્યાન રાખવું
> ઓચિંતા લાભના યોગ થશે
> માન-સન્માનની પ્રાપ્તિ થશે
> મહેનતનું ફળ મળશે

5.સિંહ રાશિ (મ,ટ ) :

ગુરુ છઠ્ઠા સ્થાનમાંથી અને રોગશત્રુ સ્થાનમાંથી પસાર થશે
> છૂપા શત્રુઓથી સાવધ રહેવું
> વેપાર-ધંધામાં નવો વિચાર આવશે
> ખર્ચા પર કાબૂ મેળવી શકશો
> નવી આર્થિક રોકાણની યોજના બનાવી શકશો

6.કન્યા રાશિ ( પ,ઠ,ણ ) :

ગુરુ પાંચમા સ્થાનેથી પસાર થશે
> વિદ્યા અભ્યાસમાં ખાસ ધ્યાન રાખવું
> સંતાનો પ્રત્યે ધ્યાન આપવું પડશે
> ભાગ્યોદયકારક ગણાશે
> ધાર્મિક પદ્ધતિમાં વધારો કરી શકાશે
> સારા મિત્રો અપાવશે
> નવા વિચારોની શરૂઆત થશે

7.તુલા રાશિ ( ર,ત ) :

ગુરુ ચોથા સ્થાનેથી પસાર થશે
> ઘર પરિવારના સભ્યો સાથે સુમેળ થશે
> વેપારમાં આગળ વધવા માટે કાળજી રાખવી
> ખર્ચા પર કાબૂ રાખવો
> આરોગ્ય પર ધ્યાન રાખવું

8.વૃશ્ચિક રાશિ ( ન,ય ) :

ગુરુ પરાક્રમ સ્થાનેથી પસાર થશે
> મહેનતનું ફળ ઓછું મળશે
> ભાઈ બહેન સાથે સુમેળ બનાવી રાખવો
> પૂજા -પાઠ, જપ-તપ કરવા
> મિત્રોથી લાભ રહેશે

9.ધન રાશિ ( ભ,ફ,ધ ઢ) :

ગુરુ કુટુંબ સ્થાનમાંથી પસાર થશે
> કુટુંબીજનો સાથે કાળજીપૂર્વક વાત કરવી
> જૂના રોગશત્રુ દૂર થઇ શકશે
> વેપારમાં ધ્યાન રાખી આગળ વધી શકાશે

10.મકર રાશિ ( ખ,જ ) :

ગુરુ દેહભુવનમાંથી પસાર થશે
> ડાયાબિટીસ અને બી.પીમાં ધ્યાન રાખવું
> વિદ્યાર્થીઓ આગળ વધી શકશે
> જાહેરજીવનમાં સન્માન પ્રાપ્તિનો યોગ થશે
> લગ્ન ઈચ્છુકોના વિવાહનો યોગ થશે

11. કુંભ રાશિ ( ગ,સ,શ,ષ) :

ગુરુ બારમા સ્થાનેથી પસાર થશે
> જીવનમાં ખાસ ખ્યાલ રાખવો
> કઠોર પરિશ્રમ કરવો પડશે
> પોતાની મહેનતનું ફળ બીજા ન લઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવું
> ચણાની દાળનું દાન કરવું
> વડીલોની સલાહ લઈને આગળ વધવું

12.મીન રાશિ ( દ,ચ,થ ,ઝ) :

ગુરુ લાભ સ્થાનમાંથી પસાર થશે
> અને ખોટા મિત્રોથી દૂર રહેવું
> નાના ભાઈ બહેનો સાથે સુમેળ વધશે
> મહેનત અનુસાર ફળ મળશે
> યુવાનો માટે વિવાહનો યોગ

Loading...