Abtak Media Google News

દુબઇનું ચલણ, બાઇક, સોનાના ઘરેણા અને મોબાઇલ મળી રૂ.૯૪ હજારનો મુદામાલ કબ્જે

શહેરના કોલસાવાડીમાં એકાદ માસ પહેલા થયેલી ચોરીના ગુનામાં સંડોવાયેલા સગીર વયના તસ્કરને પ્ર.નગર પોલીસે સીસીટીવી ફુટેજના આધારે ઝડપી પૂછપરછ કરતા ચાર ચોરીના ભેદ ઉકેલાયા છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કોલસાવાડીમાં બંધ મકાનમાં ચોરી થતા પ્ર.નગર પી.આઇ. બી.એમ.કાતરીયા પી.એસ.આઇ. એમ.એસ.ગોસાઇ, દેવશીભાઇ ખાંભલા, અરવિંદભાઇ મકવાણા અને મોહસીનભાઇ મલેક સહિતના સ્ટાફે આઇ-વે પ્રોજેકટના સીસીટીવી ફુટેજ તપાસ કરતા સગીર વયનો ટાબરીયો જોવા મળતા તેની અટકાયત કરી પૂછપરછ કરતા તેને ગોંડલમાંથી બાઇકની ચોરી કરી બીગ બજાર પાછળ અને જંકશન વિસ્તારમાં બે સ્થળે ચોરી કર્યાની કબુલાત આપી છે. સગીર તસ્કર પાસેથી પોલીસે સોનાની બુટી, ચાર મોબાઇલ, રૂ.૨૦ હજાર રોકડા, દુબઇનું ચલણ અને બાઇક મળી રૂ.૯૪ હજારનો મુદામાલ કબ્જે કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.