Abtak Media Google News

પોલીસ અધિક્ષકશ્રી રાજકોટ ગ્રામ્ય બલરામ મીણા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી જેતપુર ડિવિઝન જે એમ ભરવાડ સાહેબની સુચના મુજબ સાતમ-આઠમના તહેવાર સબબ પો.સ્ટે વિસ્તારમાં પ્રોહી જુગાર અંગેની બદીને સંપૂર્ણ રીતે નેસ્ત નાબુદ કરવા સુચના આપેલ હોય જે અન્વયે ધોરાજી પોસ્ટેના પો.ઇન્સ શ્રી એમ વી ઝાલા સા ની સુચના મુજબ પો.સબ.ઇન્સ શ્રી જે વી વાઢિયા તથા સ્ટાફે પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન નાભિ રાજ સોસાયટીમાં રહેતા અનવર ભાઈ ઈબ્રાહીમભાઈ કુરેશી ના રહેણાંક મકાન પાસેથી કચરા નીચે છુપાવેલ નીચે મુજબનો પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂ પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

(1) રોયલ ચેલેન્જ ક્લાસિક પ્રીમિયમ વિસ્કી 750 એમએલ કાચની સીલપેક બોટલ નંગ 11 કિંમત રૂ 6600/-
(2) મેકડોવેલ નંબર વન સુપિરિયર વ્હિસ્કી 750 એમએલ કાચની સીલપેક બોટલ નંગ 23 કિંમત રૂ 6900/-

આ કામગીરીમાં પો.સબ.ઇન્સ શ્રી જે. વી. વાઢીયા તથા પો હેડ કોન્સ વિજયભાઈ, અશોકભાઈ તથા પો.કોન્સ ઘનશ્યામસિંહ જાડેજા, અનિરુદ્ધ સિંહ ઝાલા, ચંદ્રસિંહ વિગેરે જોડાયા હતા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.