કોરિયોગ્રાફીની ‘ધક-ધક’ થંભી ગઈ!

ચાર દાયકામાં ૨૦૦૦થી વધુ ગીતોની કોરિયોગ્રાફી કરનાર સરોજ ખાનની ચીર વિદાય

૨૦૦૦ ગીતોની કોરીયોગ્રાફી કરનાર અને બોલિવુડ ઈન્ડસ્ટ્રીઝમાં કોરિયોગ્રાફી વિષય અંગે માહિતગાર કરનાર સરોજ ખાને ચીર વિદાય લીધી છે. ઘણા સમય પહેલા ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં કોરિયોગ્રાફીનું મહત્વ સહેજ પણ જોવા મળતું ન હતું ત્યારે સરોજ ખાનનાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં આવ્યા બાદ કોરીયોગ્રાફી ઉપર ફિલ્મો ચાલી છે. તેમની કોરિયોગ્રાફી થકી અનેકવિધ નામાંકિત ફિલ્મકારો જેવા કે માધુરી દિક્ષીતને ખુબ ઉચ્ચ સ્તરીય દરજજો પણ મળ્યો છે. પહેલાનાં સમયમાં કોરિયોગ્રાફીની વાત કરવામાં આવે તો ‘છોડ દો આંચલ જમાના કયાં કહેગા’ ત્યારે હવે સાંપ્રત સમયમાં ‘ચોલી કે પીછે કયાં હૈ’ ગીતો ઉપર કોરીયોગ્રાફી જોવા મળી રહી છે. કોરિયોગ્રાફર સરોજ ખાનને શ્ર્વાસ લેવાની તકલીફ હોવાથી તે ૨૦ જુનનાં રોજ ગુરૂનાનક હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ થયા હતા પરંતુ લાંબા સમય સુધી સ્વાસ્થ્યમાં ફેર ન પડતા તેને ચીર વિદાય લીધી છે. સરોજ ખાન ત્રણ વખત નેશનલ એવોર્ડ વિજેતા તરીકે પણ સામે આવ્યા છે અને તેઓએ દેવદાસમાં ડોલા રે ડોલા, તેજાબમાં એક, દો, તીન, જબ વી મેંટમાં યે ઈશ્ક હાયે જેવા ગીતોની કોરિયોગ્રાફી પણ કરી છે. સાથોસાથ લોકમુખે ચર્ચાયેલા મિસ્ટર ઈન્ડિયા ફિલ્મમાં પણ તેને હવા-હવાઈ ગીતની કોરિયોગ્રાફી કરી હતી.

જાણીતા કોરિયોગ્રાફર સરોજ ખાનનું શુક્રવારે મોડી રાત્રે કાર્ડિયાક એરેસ્ટના કારણે મુંબઈમાં નિધન થઈ ગયું. તેઓ ૭૧ વર્ષના હતા. સરોજ ખાનને ૧૭ જૂનથી મુંબઈના બ્રાન્દ્રા સ્થિત ગુરુ નાનક હોસ્પિટલમાં એડમિટ કરાવાયા હતા. તેમને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ બાદ અહીં એડમિટ કરાવાયા હતા. જાણકારી મુજબ આજે રાત્રે ૧.૫૨ મિનિટે તેમણે અંતિમ શ્વાસ લીધા. મુંબઈના ચારકોપ કબ્રસ્તાનમાં તેમને સુપુર્દ-એ-ખાક કરવામાં આવશે.  આ દિગ્ગજ કોરિયોગ્રાફર ડાયાબિટિસ અને તેનાથી સંબંધિત બીમારીઓ સામે લડી રહ્યા હતા. હોસ્પિટલમાં એડમિટ થયા બાદ તેમનો કોરોના ટેસ્ટ કરાયો હતો. જેની રિપોર્ટ નેગેટિવ આવી હતી. તેઓ લાંબા સમયથી પોતાના કામથી બ્રેક પર હતા અને પાછલા વર્ષે (૨૦૧૯)માં તેમણે કમબેક કર્યું અને મલ્ટીસ્ટારર ફિલ્મ કલંક અને કંગના રનૌતની ફિલ્મ મણિકર્ણિકા: ધ ક્વીન ઓફ ઝાંસીમાં ગીતને કોરિયોગ્રાફ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે આ દિગ્ગજ કોરિયોગ્રાફરે માત્ર ત્રણ વર્ષની ઉંમરથી જ બેકગ્રાઉન્ડ ડાંસર તરીકે પોતાનું કરિયર શરૂ કર્યું હતું. તેમણે ૧૯૭૪માં પહેલીવાર મેરા નામથી કોરિયોગ્રાફર તરીકે બોલિવૂડમાં બ્રેક મળ્યો હતો. પોતાના કરિયરમાં ૨૦૦૦થી વધારે સોન્ગ કોરિયોગ્રાફ કરનારા આ દિગ્ગજને ત્રણ વખત નેશનલ એવોર્ડ મળી ચૂક્યો છે. ઉલ્લેખનીય છે કે સરોજ ખાને કેટલીક ફિલ્મોમાં લેખક તરીકે પણ કામ કર્યું છે.

સરોજ ખાન દ્વારા કરવામાં આવેલી કોરિયોગ્રાફીથી હિટ થયેલા ગીતોની યાદી

નામાંકિત કોરિયોગ્રાફર સરોજ ખાને અનેકવિધ ગીતો પર કોરિયોગ્રાફી કરેલી છે પરંતુ ઘણાખરા એવા ગીતો છે જે અત્યંત હિટ થયા હોય જેમાં

 1. ધક ધક કરને લગા
 2. ચને કે ખેત મેં… અઢરા બરસ કિ કવારી કલીથી
 3. ચોલી કે પીછે કયાં હૈ
 4. માર ડાલા … યે કિસ કી આહટ
 5. એક, દો, તીન
 6. તબાહ હો ગયે
 7. અલબેલા સાજન
 8. બરસો રે
 9. મોજા હી મોજા
 10. કાંટે નહીં કટતે
 11. મહેંદી લગા કે રખના
Loading...