Abtak Media Google News

યોગ્ય પરીવહન મારફતે ખેતીની ચીજવસ્તુઓને વિકસિત કરી અર્થતંત્રને વેગવંતુ બનાવાશે

વૈશ્ર્વિક સ્થિતિ જોતા એ વાત સ્પષ્ટ થાય છે કે, હાલ તમામ ક્ષેત્રોની હાલત અત્યંત ડામાડોળ જોવા મળી રહી છે ત્યારે ભારત માટે સૌથી મોટો વિકલ્પ એ છે કે જો ભારત દેશ ખેતીને પ્રાધાન્ય આપી જો ઉધોગોનો દરજજો આપે તો ઘણીખરી તકલીફોનું નિવારણ ત્વરીત થઈ શકશે. આ તમામ મુદાઓને ધ્યાને લઈ સરકાર દ્વારા ખેત ઉપજોની સાથે પરીવહન અને ખેતીનાં વિકાસલક્ષી નિર્ણયો થકી દેશનાં અર્થતંત્રને વેગવંતુ બનાવવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે.

યુનિયન મિનિસ્ટર નીતિન ગડકરી દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ પરીવહન અને ખેતીમાં વિવિધ ઉપજોનાં સહયારા પ્રયાસથી ઉર્જા ક્ષેત્રને વધુને વધુ વિકસિત કરાશે. સાથો સાથ તમામ મુખ્ય શહેરોમાં ઔધોગિક કલ્સ્ટરો બનાવી દેશનાં અર્થતંત્રને વિકસિત કરવા અનેકવિધ વિકાસલક્ષી પ્રયાસો પણ હાથ ધરાશે. આ તમામ પ્રોજેકટો હેઠળ સરકાર પબ્લીક પ્રાઈવેટ પાર્ટનરશીપ હેઠળ વિવિધ પ્રોજેકટોને પણ અમલી બનાવશે તેવી વાત હાલ સામે આવી રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ ગ્રામ્ય વિસ્તારો અને પછાત વિસ્તારોમાં ખેતી સાથે સંલગ્ન તમામ વ્યવસાયને વધુને વધુ વિકસિત કેવી રીતે કરી શકાય તે દિશામાં પણ હાલ ચર્ચા-વિચારણા કરવામાં આવી રહી છે. પરીવહન ક્ષેત્રમાં સરકાર અનેકવિધ પ્રયત્નો થકી ઉધોગોને વધુ વિકસિત કરવા માટે કાર્ય કરશે. દેશમાં ઘણીખરી એવી ચીજવસ્તુઓ છે કે જે યોગ્ય પરીવહનનાં અભાવે નાશવંત થઈ જતી હોય છે જે સૌથી વધુ ખેતી ક્ષેત્રમાં જોવા મળે છે. પબ્લીક પ્રાઈવેટ પાર્ટનરશીપ થકી સરકાર દ્વારા જે પગલા લેવામાં આવશે તે દેશનાં અર્થતંત્ર માટે અત્યંત કારગત નિવડશે. કોરોનાને લઈ જે અર્થવ્યવસ્થા ડામાડોળ થઈ છે સાથોસાથ ઉધોગોને જે માઠી અસરનો સામનો કરવો પડયો છે તેને જોતા સરકાર પીપીપી ધોરણ પર કામ કરશે જેમાં ઉધોગોને થતી મદદ, ગોડાઉન સહિતનાં ક્ષેત્રે પીપીપી મોડલ અપનાવી સરકાર અર્થતંત્રને વેગવંતુ બનાવશે.

નીતિન ગડકરીનાં જણાવ્યા મુજબ હાલ દેશમાં જે નાણાકિય અછત જોવા મળી રહી છે તેને ભારત દેશે તક તરીકે ઝડપવી જોઈએ. તેમનાં જણાવ્યા મુજબ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોની આર્થિક સ્થિતિને કેવી રીતે સુધારી શકાય તે માટે બંને સ્તરની અર્થવ્યવસ્થાને સુદ્રઢ બનાવવી પડશે. સરકાર દ્વારા હાલ પ્રાયોરીટીનાં ધોરણે લો-કાર્બન પ્રદુષણ મુકત પરીવહન સેવા સહિત અનેક ક્ષેત્રને વિકસિત કરવા માટે પ્રયત્નો હાથ ધરવા પડશે જો આ પઘ્ધતિને અમલી બનાવાય તો દેશનાં ગરીબોને ઘણી સહાય મળતી રહેશે. સરકાર પરીવહન સુવિધાને વિકસિત કરતી પ્રાઈવેટ કંપનીઓને પણ વધુને વધુ આર્થિક લાભ કેવી રીતે મળી રહે તે માટે સરકાર ઈલેકટ્રીક વાહનો પાણી પરીવહનમાં ઈથેનોલ, મીથેનોલ અને હાઈડ્રોજન ફયુઅલનો વધુ ઉપયોગ કરી કેવી રીતે પરીવહન ક્ષેત્રને વિકસિત કરાશે તે માટે પ્રાઈવેટ કંપનીઓને સરકાર અનેકવિધ રીતે મદદરૂપ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.