Abtak Media Google News

આગામી લોકસભાની ચુંટણીમાં ઓનલાઇન થનારી રાજકીય જાહેરાતો પાછળનો ખર્ચ શોધવા ગુગલ ખાસ લાયબ્રેરી બનાવશે

ભારતમાં વધતા જતા સોશ્યલ મીડીયાના ઉપયોગના કારણે ઓનલાઇન જાહેરાતોનો ક્રેઝ પણ વધવા લાગ્યો છે. તેમાં રાજકીય પાર્ટીઓ પણ બાકાત નથી. વર્ષ ૨૦૧૪ માં યોજાયેલ લોકસભાની ચુંટણીમાં વિવિધ રાજકીય પાર્ટીઓએ મહત્તમ ઉપયોગ  કરીને મોટાપાયે જાહેરાતો આપી હતી. આ વર્ષે યોજાનારી ચુંટણીમાં પણ ઓનલાઇન રાજકીય જાહેરાતો વધવાની સંભાવના છે. જેમાં પણ મોટાભાગના સોશ્યલ મીડીયાનો ઉપયોગ ગુગલ મારફતે વધુ થાય છે. જેથી ગુગલએ આવી ઓનલાઇન રાજકીય જાહેરાતો પાછળ થયેલા ખર્ચની વિગતોની માહીતી આપવાનો નિર્ણય કર્યો છે.

ભારતમાં ચાલુ વર્ષે યોજાનારી લોકસભાની ચુંટણી પહેલા ઓનલાઇન રાજકીય જાહેરાતોમાં પારદર્શિતા લાવવા ગુગલે ભારતની વિશિષ્ટ જાહેરાત લાઇબ્રેરી બનાવી છે. જેઆ લાઇબ્રેરીમાં સોશ્યલ મીડીયામાં ઓનલાઇન મુકાયેલી રાજકીય જાહેરાતો પાછળ ખર્ચવામાં આવેલી રકમની માહીતી પણ મેળવી શકાશે. કોંગ્રેસ અને આપે બન્ને રાજકીય પક્ષોએ ગુગલની આ પહેલને આવકારી હતી જયારે ભાજપે આ અંગે ટીપ્પણી કરવાથી દુર રહ્યું હતું.

કોંગ્રેસના સોશ્યલ મીડીયા અને ડીઝીટલ કોમ્યુનિકેતન ઇન્ચાર્જ દિવ્યા સ્પંદન અને આપના સોશ્યલ મીડીયા વ્યુહ રચનામાં અંકિત લાલે ગુગલના આ વિચારને ટેકો આપ્યો હતો. સાથે આ પહેલની સંભવિત ખામીઓ અંગેની વિગતો પણ આપી હતી. જયારે ભાજપના સોશ્યલ મીડીયાના વ્યહુરચનાકારોએ આ અંગે ટીપ્પણી કરવાનો ઇન્કાર કર્યો હતો. ગુગલની આ લાઇબ્રેરી માર્ચ માસથી કાર્યરત થઇ જશે અને આ લાયબ્રેરી ચુંટણી પંચ સાથે પરામર્થ કર્યા બાદ બનાવવામાં આવી હોવાનો ગુગલે દાવો કર્યો હતો.

ગુગલના પ્લેટફોર્મ પર કોણ ચુંટણી લક્ષી જાહેરાતો ખરીદી રહ્યું છે? તે વિગતો આ લાઇબ્રેરી પર સાપ્તાહિક અહેવાલ દ્વારા મુકવામાં આવશે તેમ જણાવીને ગુગલ ઇન્ડીયાના પબ્લિક પોલીસી ડીરેકટર ચેનન ક્રિષ્ના  સ્વામીએ ઉમેર્યુ હતું કે આ અહેવાલમાં ગુગલ પર ચુંટણી જાહેરાતો કોણ કેટલી રકમમાં ખરીદી રહ્યું છે.

તેની વિગતો ઉપરાંત ત્યાં પ્રકારની જાહેરાતો ચલાવી રહ્યા છે. અને દેશભરમાં ચાલી રહેલી ઓનલાઇન રાજકીય જાહેરાતોની વિગતો આપવામાં આવશે. આ વિગતોને ડાઉન લોડ કરી શકાશે અને ડેટા સાથેનું કાર્ય સરળ બનાવવા માટે એપીઆઇમાં સમાવાશે એપીઆઇ એ કોડ અને વિશિષ્ટતાઓનો એક વિશિષ્ટ સેટ છે જે સોફટવેર પ્રોગ્રામોને એકબીજા સાથે કોમ્યુનીકેટ કરવામાં સરળતા કરી આપે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.