Abtak Media Google News

સોરઠના ગીરનારની તળીટીમાં આવેલા મહાતીર્થ કે જયાં ભગવાન નેમીનાથ ત્રણ કલ્યાણ  થયા છે તે ફકત ગુજરાત જ નહી પરંતુ ભારતભરમાં ભકતોનું કેન્દ્ર સ્થાન માનવામાં આવે છે. ત્યારે રાજકોટમાં પ્રમુખ સ્વામી ઓડીટોરિયમ ખાતે ગીરનાર ભકત પરિવાર દ્વારા ગીરનારજી મહાતીર્થ ભાવયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભગવાન નેમીનાથના અલગ અલગ પદો અને તેમની જીવનશૈલીથી ભકતોને માહિતગાર કરવામાં આવ્યા હતા. સાથે કાર્યક્રમના ભાગરુપે આવનાર ચોવીસના ચોવીસે ચોવીસ તીર્થ કરીના પ્રચાર અને પ્રસાદ પણ કરવામાં આવ્યું હતું.તથા કાર્યક્રમમાં ભગવાન નેવીનાથના પદો પ્રગટ કરી ભકતોને દાદા નેવીનાથના ચરણોમાં ભાવવિભોર થઇ ઉઠયા હતા.

Vlcsnap 2018 07 14 12H14M19S59

અબતક સાથેની વાતચીત દરમીયાન નીલેશભાઇએ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ ગીરનાર મહાતીર્થ કે જયાં ભગવાન નેમીનાથના ત્રણ કલ્યાણક થયા છે. ભારત ભુમિમાં એક માત્ર સ્થળ એવું છે કે જે સમાજ શીખર પછી ત્યાં ભગવાનના કલ્યાણક થથયા હોય તો ગીરનારના પ્રચાર, પ્રસાર અને જયાં આવતી ચોવીસીના ચોવીસે ચોવીસ તીર્થ કરો, નીર્વાણ પણ પામવાના છે. એવી શાશ્ર્વત તીર્થની પ્રસાર-પ્રસાર માટે જાગૃતિ માટે અને જૈનોમાં વધુને વધુ  લોકો લાભ લે તે માટે ભાવયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે.

Vlcsnap 2018 07 14 12H15M15S103

આ કાર્યક્રમ અનેક રીતે મહત્વ ધરાવે છે. જેમ કે સાંપ્રત સમયમાં ઘણા બધા લોકો ગીરનાર જવા માટે એમને શારીરિક અનુકુળતા પ્રતિકુળતા હોય તે લોકો અહીં બેઠા બેઠા પોતાની ઘરે બેઠા બેઠા ભાવયાત્રા દ્વારા પુણ્ય ઉણાર્જન કરી ગઇ છે. અમારી ધારણા કરતાખુબ વધારે ભકતોનો પ્રતિસાદ છે એક વખત અમે વિચાર્યુ હતું કે હોલ કદાચ અમારે નાનો રાખવો પડશે પરંતુ હવે એવું લાવે છે કે અમારે આ આયોજન ૧૦ ગણું મોટું કરવું પડશે.

Vlcsnap 2018 07 14 12H14M09S214

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.