Abtak Media Google News

કલેકટર મારફત ઉચ્ચ કક્ષાએ પાઠવ્યું આવેદન

સાયલા તાલુકાના સુદામડા ગામના સાળેશા પરિવાર પોતાના બાપદાદા વખતની જમીન પર ગુજરાન ચલાવે છે.તેઓ છેલ્લા ૧૬ દિવસથી અ જમીન નિયમિતના હુકમ માટે ઉપવાસ ઉપર બેઠેલા છે. પરંતુ હજુ સુધીતેઓની માંગણી નહિ સંતોષાતા તેઓએ કંટાળીને ઈચ્છા મૃત્યુની માગણીકરી છે.

આ માટે સાળેશા પરિવારના આલજીભાઈ હીરાભાઈ મહેશભાઈ સહિતનાઓએ ઈચ્છા મૃત્યુની માગ સાથે કલેકટર મારફતે ઉચ્ચ કક્ષાએ આવેદન આપ્યું છે. આવેદનમાં જણાવ્યું છે કે અમારી ઉપરોકત અમારી માંગણી ન સંતોષતા ત્રાસી કંટાળીને અમો ગત તા.૩૦.૧૦ના રોજથી ઉપવાસ ઉપર બેઠા છીએ અમારા વડવા વખતની ખેતીની જમીન પર ગુજરાન ચલાવીએ છીએ. જમીન નિયમિતના હુકમ માટે ઉપવાસ પર બેઠા છીએ, ત્રાસી કંટાળીને અમો ઈચ્છા મૃત્યુની માંગણી કરીએ છીએ તો અમોને ઈચ્છા મૃત્યુની મંજુરી આપવામાં આવે.

અમારી હાલત અને પરિસ્થિતિને ધ્યાને લેતા આપતકાલીન અથવા કુદરતીઅમો કે અમારા પરિવારને જાનમાલનું કાંઈ નુકશાન થશે તો તમામ જવાબદારી કલેકટરની રહેશે. કોઈ આપતકાલીન કુદરતી ઘટના બને તે પહેલા ઉપવાસીને કલેકટર દ્વારા ઈચ્છા મૃત્યુની મંજુરી આપવામાં આવે, ઈચ્છા મૃત્યુની મંજુરી ન આપી શકો તો યોગ્ય ન્યાય આપવા આવેદનના અંતે રજૂઆત કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.