Abtak Media Google News

તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન થતા લોકોમાં રોષ: રસ્તાઓ પર ગંદકીનું સામ્રાજય

જેતપુર ના બગીચા પાસે આવેલા બાબા સાહેબ ના પુતળે અવારનવાર રજુઆત કરવા છતાં તંત્ર ધ્યાન દોરતું નથી.ટ્રાફિક ના નિયમ નો ભંગ કરીને આખા રોડ ને શાક માર્કેટ બનાવી દીધી છે. અને બાબા સાહેબ ના પૂતળા ના પરિસર માં પાથરણા વાળા તંબુ અને છત્રીઓ લગાવીને હાલ.બેઠા છે. તંત્ર અને આ પાથરણા અને શાકભાજી વેંચતા લોકો ની સાંઠગાંઠ ના લીધે આમ પ્રજા ટ્રાફિક સમસ્યા અને ગંદકી નો ભોગ બને છે.

.તેમજ જેતપુર તાલુકાની સીવીલ હોસ્પિટલ પણ આવેલછે ઈમરજન્સી કેસ લઈ ને આવતી ૧૦૮.ને ખોટી થવુપડેછે બસ સ્ટેશન થી કણકીયા પ્લોટના મેન રોડપર પણ આજ હાલતછે.ત્યાપણ રેકડી વાળા રોડપર દબાણ કરે જ છે ઉપરાત રેકડીયે આવતા ગ્રાહકો પણ મોટરસાઇકલ રોડપરજ રાખી ને આરમથી નાસ્તો કરવામા મશગુલ હોયછે તેમજ શહેરના મેનચોક ગણાતા સ્ટેન્ડ ચોકમા પણ ડાયમંડ ટોકીઝ પાસે રેકડી ધારકો દ્વારા ટ્રાફીક કરવામા આવેછે

ટ્રાફિક બાબતે લોક દરબાર મા શહેરના આગેવાનો દ્વારા અનેક વખત રજુઆત કરમા આવેછે છતા નગરપાલિકા દ્વારા કોઇ ક્રાર્યવાહી કરવામા આવતી નથી જાણવા મલતી વીગત પ્રમાણે આવા ટ્રાફિક કરતા લોકો પાસેથી નગરપાલિકા દ્વારા પૈસાઉઘરાવામા આવેછે તેમજ લાખોના ખર્ચે નવી બનાવેલ શાક માર્કેટ આવારા તત્વોનો અડો બની ગયો છે છતા કેમ પાથરણા વાળાઆને જગ્યા આપતા નથી. સરકાર ને પોતાની વાહ વાહી નો ઢંઢેરો પીટવામાં રસ છે

તો અહીંયા કેમ રસ નથી બતાવતા જ્યાં લોકો ને હેરાન ગતિ નો સામનો કરવો પડે છે !! સરકારી અધિકારીઓ કેમ મૌન સેવી ને બેઠા છે ? કેમ કોઈ પગલાં લેવાતા નથી ?ક્યાં સુધી પ્રજા આવી હાલાકી નો ભોગ બનતી રહેશે ??? ક્યાં સુધી મહાનુભવો ના સ્મારકો ને અવગણતાં રહેવાનું તેવો પ્રશ્નો ઉદ્ભવ્યા છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.