Abtak Media Google News

કમલેશ રામાણીના આગોતરા જામીન રદ કરવા સંજય પંડીતની કોર્ટમાં અરજી

શહેરના ભકિતનગર વિસ્તારમાં યુવતિ ઉપર એસીડ એટેક કરવા ના કાવતરાનો પર્દાફાશ કરી પોલીસની કામગીરીથી યુવતિની જીંદગી બરબાદ થતાં બચાવેલી છે. આ ગુન્હામાં બીલ્ડર કમલેશ રામાણીનું નામ  ખુલતા ધરપકડ કરી જેલ હવાલે કરેલો છે. બીલ્ડર કમલેશ રામાણીએ વર્ષ ૨૦૧૬ માં એડવોકેટ સંજય પંડીતને મારી નાખવાની ધમકીની ફરીયાદ આપવામાં આવેલી હતી. અને પોલીસે તેમા ચાર્જસીટ કોર્ટમાં રજુ કરેલા છે. આ ગુન્હામાં કમલેશ રામાણીને કોર્ટ શરતોને આધીન આગોતરા જામીન મેળવેલા હતા.

એડવોકેટ સંજય પંડીતે આગોતરા જામીન રદ કરવાની માંગ સાથે કમલેશ રામાણીની ક્રાઇમ કુંડળી કોર્ટ સમક્ષ રજુ કરી તેમજ ખેરડી હત્યા કાંડમાં આ કમલેશ રામાણી મુખ્ય સસ્પેકટ હોય તેના નાર્કો એનાલીસીસ માટે પોલીસે કોર્ટમાં અરજી કરેલ છે. તેમજ કમલેશ રામાણી વિરુઘ્ધ ૧૬ જેટલા ગંભીર પ્રકારના ગુન્હા નોંધાયેલ છે. અને હાલ કમલેશ રામાણી મોટા ભાગના ગુન્હામાં જામીન ઉપર મુકત છે ત્યારે દરેક ગુન્હામાં જામીન મેળવ્યા બાદ કમલેશ રામાણી કોર્ટ તરફથી મળેલી સ્વતંત્રતા દુર ઉપયોગ કરી રહ્યો છે.

ઉપરાંત ખેરડી હત્યા કાંડમાં આ કમલેશ રામાણી મુખ્ય સસ્પેકટ છે અને આજદીન સુધી રાજકોટ પોલીસ આ હત્યાકાંડ નો ભેદ ઉકેલી શકી નહોય જેની તપાસ સીબીઆઇ અથવા તો સ્ટેટ ક્રાઇમ મારફત કરાવવા એડવોકેટ  સંજય પંડીત એ રાજય સરકારને અને પોલીસ કમિશનરને અરજી આપી છે આ બાબતે રાજય સરકાર દ્વારા કોઇ પગલા લેવામાં નહી આવે તો ભવિષ્યમાં આ અંગે એડવોકેટ સંજય પંડીત હાઇકોર્ટના દ્વાર ખટખટાવસે તેવી અરજીમાં જણાવેલું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.