Abtak Media Google News

રાજકોટ જીલ્લાના ધોરાજી ઉપલેટા નાં ધારાસભ્ય લલિત વસોયા એ આજે મહારાષ્ટ્ર સરકારે જે પછાત આયોગ ની ભલામણ સ્વીકારી ને મરાઠા સમુદાય ને અનામત આપવાનો કેબીનેટ માં ઠરાવ પસાર કર્યો એ આનંદ ની વાત છે મરાઠા સમુદાય ની અનામત ની વ્યાજબી માંગ છે એ સ્વીકારી છે ગુજરાત ની અંદર પણ પાટીદાર સમાજ છેલ્લા સાડા ત્રણ વર્ષ થી બંધારણીય અનામત મળે તે માટે

માંગણી કરી રહીયુ છું અને આના માટે પછાત આયોગ ને કાયદેસર રીતે બાર થી વધારે સર્વે કરીને પાટીદાર સમાજ નો ઓબીસી અથવા તો સ્પેશીયલ કેસ માં  કેટેગરીમાં સમાવેશ કરવાની માંગણી કરી રહીયુ છે ત્યારે ગુજરાત સરકાર ની પાટીદાર વિરોધી માનસિક્તા નીતિ કારણે પાટીદાર પ્રત્યે અન્યાય કરવામાં ગુજરાત સરકારે કોઈ બાકી રાખ્યું નથી જે અરજી ઓ કરવામાં આવી છે એ અરજી ઓ પર કોઈ પ્રકાર નાં પ્રત્યુતરો પણ આપવામાં આવ્યા નથી એ દુ:ખ બાબત છે આવતાં દિવસો ની અંદર પાટીદાર સમાજ ને એકત્રીત કરી ને સમગ્ર ગુજરાત નાં પાટીદાર સમાજ નાં આગેવાનો અને ધાર્મિક સંસ્થાઓનાં વડીલ આગેવાનો ને સાથે રાખી ને પાટીદાર સમાજ ની અનામત ની વ્યાજબી માંગ ને બુલંદ બનાવી ને આ સરકાર ને ૨૦૧૮ ની ચુંટણી પહેલા એનકેન દબાવી ને પાટીદાર સમાજ ને ન્યાય મળે એવાં સહુના પ્રયત્નો હશે તેવું લલિત વસોયા એ નિવેદન આપતાં જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.