Abtak Media Google News

શરાબીઓને માલ મળશે, સરકારને આવક થશે : કેજરીવાલ

દિલ્હીમાં મંગળવારથી પરમીટ પર મળતી શરાબ વધુ મોંધી થશે. સરકારે દારૂ ના વેચાણ ઉપર કોરોના ફી તરીકે ૭૦ ટકા વધારીની ડયુટી વેચાણ ઉપર નાંખી હોવાનું રાજધાનીના સુત્રોમાંથી જાણવા મળ્યું છે. સરકારના આ પગલાથી મહેસુલની આવકમાં જબ્બર વધારો થશે કોરોના વાયરસના લોકડાઉનના કારણે મહેસુલી આવકમાં જે ફટકો પડયો છે. તે શરાબ ઉપરની વધારાની ડયુટીથી સરભર થઇ જશે.

શરાબની બાટલી પર છપાયેલી એમઆરપી પર સ્પેશ્યલ કોરોના ફ્રી તરીકે ૭૦ ટકા ડયુટી વસુલવામાં આવશે આ નવો ભાવ આજે મંગળવાર તા. પ મેના દિવસથી લાગુ પડશે. દિલ્હીના અરવિંદ કેજરીવાલની રાજય સરકારે લીધેલા આ ક્રાંતિકારી નિર્ણય અંગે દેશભરમાં સોશ્યલ મીડીયા ભારે મુંઝાવાત ઉભો થયો છે.

એક કોમેન્ટમાં જણાવ્યું છે કે દિલ્હી સરકારના આ પ્રજાહિતના ગણાય એવા આકરા અને સ્પષ્ટ નિર્ણયથી દારૂ ના કાળા બજારની શકયતા નહિવત બનશે. શરાબની તમામ દુકાનો ખોલી નાખવાના નિર્ણયથી પ્યાસીઓમાં દોડધામ નહિ થાય અને સરકારે આ રસ્તે એક નવા પ્રકારની જ આવક ઉભી કરવાનો વિકલ્પ શોધી કાઢયો છે. દિલ્હીમાં શરાબીઓને માલ મળી જશે અને સરકારને આવક થશે.

દિલ્હીમાં કોરોના વાયરસની વર્તમાન પરિસ્થીતીમાં જોવા જઇએ તો અત્યારે દરરોજના ૩૪૯ નવા દર્દીઓ નોંધાય છે. સોમવાર સુધીમાં સંક્રમિત દર્દીઓનો આંક ૪૮૯૮ સુધી પહોચ્યો છે. જો કે છેલ્લા ૪૮ કલાકમાં એકપણ મૃત્યુ નોંધાયું નથી. મૃત્યુનો આંક ૬૪ પર અટકીને ઉભો છે. ૬૯ દર્દીઓ  સોમવારે ભયમુકત જાહેર કરાયા હતા. અત્યાર સુધીમાં કોરોના ૧૪૭ દર્દીઓ સંપૂર્ણ સાજા થયા છે. અત્યારે દિલ્હીમાં ૩૪૦૩ દર્દીઓની સારવાર ચાલી રહી છે. ૬૪૦ મૃત્યુમાં ૫૫ તો અન્ય જીવલેણ બિમારીથી મોત થયાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.