‘પામવું’ અને ‘મેળવી લેવું’ની પરિભાષાથી પર છે સંબંધોની વ્યાખ્યા

લોહીના સંબંધ કરતા લાગણીના સંબંધ વધારે નિભાવાય છે

જતુ કરવાની ભાવના અને વિશ્ર્વાસ દરેક સંબંધોના પાયાને વધુ મજબુત બનાવે છે

‘સંબંધ’ એ કુદરત સર્જીન સજીવોની આ દુનિયામાં માત્ર માનવોને મળેલી અણમોલ ભેટ છે. જો કે અન્ય સજીવો વચ્ચે પણ સંબંધ તો હોય જ છે પરંતુ એ અંગેની સમજણ ઓછી અને નહીંવત હોય છે. તેમ છતાં અહીં સવાલ એ થાય કે શું ખરેખર માણસો પણ સંબંધોની આ ગરીમાને ઓળખી શકયા છે? તેને જાળવી શકયા છે? કદાચ, ના કારણ કે આજે સંબંધોને નિભાવવાની પરિભાષા કંઇક નોખી છે.

પહેલાના જમાનામાં આ એક શબ્દ ‘સંબંધ’  પાછળ દરેક વ્યકિત પોતાનું આખુ જીવન ખર્ચી નાખતા, જયારે આજે સંબંધોની વ્યાખ્યા બદલી ગઇ છે.

‘સંબંધો’નું સ્થાન સ્વાર્થે લઇ લીધું છે. વ્યકિત ‘મારું શું’ અને ‘મારે શું’ વચ્ચેના સમયગાળાને જ ‘સંબેધ’ માને છે. પણ શું આ ઉચિત છે?  આમ બનવા પાછળનું કારણ શું? તથા સમાજમાં સંબંધોના નામે થતા ગેર વર્તણુકો અને ગેરવ્યાજબી પ્રવૃતિઓને અટકાવવાનો ઉપાય શું? આવા સવાલો દરેકના મનમાં થવા જોઇએ પણ થતાં નથી.

‘સંબંધ ’ પછી તે લોહીનો હોય કે લાગણી હોય કે લાગણીનો તે કંઇક પામવું અને મેળવી લેવું ની પરિભાષાથી ભિન્ન છે, પર છે સંબંધનો કંઇક આપવું, કરી છુટવું અને નિભાવવાનું નામ છે. પછી તે લોહીનો કોઇપણ સંબંધ હોય કે, લાગણીનો કે પછી મિત્રતાનો અને આનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે કૃષ્ણ-સુદામાનો સંબંધ,  રાધા-કૃષ્ણનો, રાધા અને મીરાનો કૃષ્ણ અને  દ્રોપદીનો તથા રામ-સુગ્રીવ અને રામ-હનુમાનનો આ દરેક સંબંધમાં મિત્રતાની સાથે ભકિતની પણ ઝાંખી થાય છે. એટલે કે ‘સંબંધ’ મટીને તે ‘ભકિત’નું સવરુપ બની ગયા હતા. પણ આ સંબંધોમાંથ આપણે માત્ર અમુક  ગુણોને લઇને પણ જો આપણા સંબંધોને નિભાવીએ તો અણ બનાવ, વિભકત કુટુંબ, સંબંધોમાં તણાવ  વગેરે નકારાત્મક ભાવનાઓ ઉ૫સ્થિત થવાનો પ્રશ્ર્ન જ ન આવે.

દરેક માનવીય સંબંધોનું ભવિષ્ય જતુ કરવાની ભાવના પર ટકેલું હોય છે. સિવાય પરસ્પર સમજણ, સમર્પણ, વિશ્ર્વાસ એ પારદર્શકતા સંબંધોનું મૂળ છે. જો તેને જાળવવામાં આવે તો એક પણ માનવીય સંબંધમાં ખટરાગ કે તિરાડ પડે જ નહીં, આના માટે દરેક વ્યકિતએ પોતાનામાં માનવીય મૂલ્યો પ્રેમ, ભાવના, લાગણી, વિશ્ર્વાસ, વાત્સલ્ય વગેરેને કેળવીને અશાંતિ, ઇર્ષ્યા, ધૃણા, સ્વાર્થ, અહમ વગેરે નકારાત્મક ભાવનાઓનો ત્યાગ કરવો પડશે. આજે સમાજમાં સંબંધોની દશા એટલે હદે કરુણ બની છે કે દિકરા માટે માતા-પિતા પણ બોજ બની ગયા છે. ત્યારે આજે નિવારવાના ઉપાયો આપણે સદગુણોને કેળવીને કરવા જ પડશે.

‘પામવુ’ અને  ‘મેળવી લેવું’ થી પર સંબંધોની વ્યાખ્યામાં જો જતુ કરવાની ભાવના અને વિશ્ર્વાસ કેળવવામાં આવશે તો પરિવાર અને સમાજ બન્નેની કથળેલી સ્થિતિમાં સુધાર આવશે અને આ સુધારા આપણે જ લાવવાનો છે.

Loading...