Abtak Media Google News

અંગત ડેટા ખાનગી કંપનીઓને અપાય છે તો રાજયને કેમ નહીં ? બન્ને વચ્ચે શું તફાવત: ‘આધાર’ કેસમાં વડી અદાલતમાં ‘પ્રાઈવસી’ બાબતે મહત્વની સુનાવણી

‘પ્રાઈવસી’ નાગરિકોનો મૌલિક અધિકાર છે કે નહીં તે મામલે બીજા દિવસે હાથ ધરાયેલી સુનાવણીમાં વડી અદાલતે ઈન્ટરનેટના યુગમાં પ્રાઈવસીને વ્યાખ્યાપીત કરવી મુશ્કેલ હોવાનું કહ્યું હતું. એપલ જેવી કંપનીઓ પણ યુઝરના અંગત ડેટા ધરાવતી હોય છે. જો ખાનગી કંપનીઓને ડેટા આપી શકાતા હોય તો સરકારને શા માટે ના આપી શકાય ? બંને વચ્ચે તફાવત શું છે ? તેવો વૈદ્યક સવાલ બાયોમેટ્રીક કે આધાર ડેટાને પડકારની અરજીઓની સુનાવણી દરમિયાન કોર્ટે કર્યો છે. નવ ન્યાયમૂર્તિઓની ખંડપીઠના જસ્ટીસ ચંદ્રચુડે કહ્યું હતું કે, ૯૯ ટકા લોકોને તેની પણ જાણકારી હોતી નથી કે ડેટા શા માટે એકત્ર થતા હોય છે. યુઝર્સની થમ્બ પ્રિન્ટની મદદથી આઈફોન અને આઈપેડ એકસેસ થતા હોય છે. તેનો અર્થ એ કે નાગરિકો પોતાની અંગત આદતો અને વ્યકિતગત જીવનની ઘણી માહિતી ઓનલાઈન આપી ચુકયા છે. આ તબકકે અરજદારોના ધારાશાસ્ત્રીએ દલીલ કરી હતી કે ખાનગી પાર્ટી કરાર થતા હોય છે જો તેઓ માહિતી લીક કરી તો તેના પર કેસ થઈ શકતો હોય છે પરંતુ સરકાર સાથે આવા કરાર નથી થતા. સરકાર ‘આધાર’ હેઠળ અબજો નાગરિકોની ફિંગર પ્રિન્ટ અને પાંપણોનુંસ્કોનિંગ કરી રહી છે. અહીં ઉલ્લેખનીય છે કે સુનાવણીના પ્રથમ દિવસે વડી અદાલતે ‘પ્રાઈવસી’ના અર્થને વ્યાખ્યાપીત કરવાનું મુશ્કેલ હોવાનું કહ્યું હતું. જો આ શબ્દ વ્યાખ્યાપીત થઈ શકે તો જ તેને કયા સંદર્ભમાં ઉપયોગ કરવો તે નકકી થઈ શકે. બીજી તરફ ગઈકાલે અદાલતે ઈન્ટરનેટના યુગમાં પ્રાઈવસીને વ્યાખ્યાપીત કરવી જટીલ હોવાનું કહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.