Abtak Media Google News

૫ દિવસ સુધી યોજાશે કાર્યક્રમો: સ્વામિનારાયણની અશ્ર્વારોહી ૨૫ ફૂટ ઊંચી મુર્તિનું અનાવરણ

બોટાદના તીર્થભૂતિ ગઢડા ખાતે ૬ માર્ચથી ૧૦ માર્ચ સુધી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાશે. ભગવાન સ્વામિનારાયણ ગ્રબોધિત ગ્રંરાજ વચનામૃતના ૨૦૦ વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે. આ નિમિત્તે અહીં ૫ દિવસીય ભવ્ય કાર્યક્રમો રજૂ થનાર છે. દેશ-પરદેશથી લાખો ભક્ત-ભાવિકો આ ઉત્સવમાં સહભાગી થવા પધારશે. બી.એ.પી.એસ. સંસના પ્રમુખ પદે બિરાજમાન પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ ગઢડા ખાતે ૫ માર્ચથી પધારશે. અહીં થનાર વિવિધ કાર્યક્રમોમાં તેમના દર્શન અને આશિર્વાદનો લાભ પ્રાપ્ત થશે. આટલી મોટી સંખ્યામાં પધારનાર હરિભક્તો માટે વિવિધ સેવા વિભાગોનું આયોજન થયું છે. આ મહોત્સવમાં કુલ ૩૨ સેવા વિભાગોની રચના કરવામાં આવી છે. મંદિરની બાજુમાં આવેલ વિશાળ ભૂમિને સમતલ કરીને સભા સ્થળ તરીકે ઉપયોગમાં લેવાશે. ઉત્સવને સફળ બનાવવા માટે હજારો સ્વયંસેવકો અને સ્વયંસેવિકાઓ ખડેપગે ઊભા છે. આજુબાજુથી અનેક ગામડાઓમાંથી બહેનો અને ભાઈઓ છેલ્લા ૩૦ દિવસથી સેવા આપવા માટે આવે છે. ટ્રાફિકના પ્રશ્ર્નોને પહોંચી વળવા વિશાળ પાર્કિંગની વ્યવસથા કરવામાં આવી છે. દર્શર્નાથીઓની સુવિધા માટે ૨૪ કલાક મેડિકલ સુવિધા ઉપલબ્ધ રહેશે. આ સાથે જ વિશાળ રક્તદાન યજ્ઞમાં સંતો અને ભક્તો રક્તદાન કરીને સમાજને મદદરૂપ થશે. મહોત્સવના મુખ્ય સ્થળે અદ્વિતીય વિશાળ મંચ (૧૦૦ ફૂટ લંબાઈ, ૪૦ ફૂટ પહોળાઈ) અનેરૂ આકર્ષણ જમાવે છે. જ્યાં પ્રથમવાર ગઢડા મંદિરના ઈતિહાસ આધારિત “દિવ્ય સંકલ્પ ગાથાની અત્યાધુનિક થ્રીડી પ્રોજેકશન (લાઈટ એન્ડ સાઉન્ડ શો) દ્વારા રજૂઆત થશે.

Banna For Site

અહીં વિવિધ સત્સંગના કાર્યક્રમો થશે. જેમાં સ્વામિનારાયણ નગરનું ઉદ્ઘાટન, ભગવાન સ્વામિનારાયણની અશ્ર્વારોહી ૨૫ ફૂટ ઊંચી મૂર્તિનું અનાવરણ, જીવાખાચારના દરબારમાં શ્રીજી મહારાજના દિવ્ય ચરિત્રોમાં પ્રદર્શનનું અનાવરણ, વિરાટ આંતરરાષ્ટ્રીય મહિલા સંમેલન સો વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવની મુખ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે. ૬ માર્ચના રોજ સ્વામિનારાયણ નગર જાહેર જનતા માટે ખુલ્લુ મુકવામાં આવશે. આ પ્રદર્શન ખંડમાં ગુણાતીત ગુરુપરંપરાના ગુરુઓનું જીવન અને કાર્ય વિવિધ માધ્યમો દ્વારા અભિવ્યકત થશે. આધ્યાત્મિકતાની સાથે અનેક જીવન ઉત્કર્ષના કાર્યક્રમો અહીં રજૂ થવાના છે. જેનાથી શુદ્ધ અને આધ્યાત્મિક જીવન જીવવાની, રાષ્ટ્ર અને સમાજ માટે નિર્સ્વાભાવે સેવા કરવાની પ્રેરણા પ્રાપ્ત થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.