Abtak Media Google News

વર્ષ ૨૦૧૨ના ‘ સારે ગા મા પા’ શોમાં સ્પર્ધક રહેલ પાકિસ્તાની સિંગર જયન અલીનું મોત થઇ ગયું છે. તેમજ જયન પોતાની મિત્રને શેખપુર ગયો હતો. ત્યાં જ તેની લાશ બાથ‚મમાં મળી આવી છે.

એક ખબર અનુસાર, જયન અલી ગુરુવારની રાત્રે પોતાના ઘર લાહોરથી તેના મિત્રના ઘરે શેખપુરા જવા માટે નિકળ્યો હતો. એક રિપોર્ટ અનુસાર જયનના ભાઇએ જણાવ્યું હતું કે તે અમને કહીને ગયો હતો કે તે પોતાના મિત્રને મળવા માટે જાય છે. અને થોડા દિવસો બાદ પરત આવી જશે. પરંતુ બીજા દિવસની સવારે તેમને જયનની મોતની ખબર મળી જયનનું એક નવુ ગીત રીલીઝ થવાનું હોઇ તે ખુબ જ ખુશ હતો.

જયનનાં દોસ્તોને તેના ભાઇને જણાવ્યું કે તે તેમને બાથ‚મમાં બેહોશીની હાલતમાં મળ્યો હતો. જો કે, મેડિકલ તપાસ મુજબ હજી સુધી મોતનું કારણ જાણવા મળ્યુ નથી તેમજ તેના ભાઇનું કહેવુ છે કે તે નશો કરતો હતો પરંતુ લિમિટમાં રહીને ત્યાં જ લોકો અંદાજો લગાવી રહ્યા છે કે મોતનું કારણ બ્રેન હેમરેજ હોઇ શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.