Abtak Media Google News

સંયુકત રાષ્ટ્ર સંઘના માનવ અધિકાર પાંખના વડા ઝાયેદ અલ હુસેનનું માલ દીવમાં ઇમરજન્સીના ત્રણ દિવસ પછી નિવેદન: કહ્યું કે માલદીવમાં જે થઇ રહ્યું છે તે અકલ્પનીય અને અસ્વીકાર્ય

માલદીવમાં કટોકટી તે લોકશાહીનું ખુલ્લેઆમ ચીરહરણ છે તેમ સંયુકત રાષ્ટ્ર સંઘ (યુનાઇટેડ નેનન્સ) ના માનવ અધિકાર પાંખના વડાએ જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે હિંદ મહાસાગરમાં આવેલો ટાપુ દેશ માલદીવ રળિયામણા પ્રવાસન સ્થળ તરીકે વિખ્યાત છે. પરંતુ વર્તમાન સમયમાં ત્યાઁ સર્જાયેલી રાજકીય પરિસ્થિતિએ લોકશાહીનું હનન કર્યુ છે. તેમ યે.એન. ના હયુમન રાઇટસ ચીફ ઝાયેદ અલ હુસેને જણાવ્યું હતું તેમણે કહ્યું કે , અત્યારે રાજધાની માલેમાં જે થઇ રહ્યું છે તે અકલ્પનીય અને અસ્વીકાર્ય છે. લોકતંત્રની બિલકુલ વિરૂઘ્ધ છે તેનાથી માનવ અધિકારનો ખુલ્લેઆમ ભંગ થાય છે.

સંયુકત રાષ્ટ્ર સંઘની ઓફીસ જીનીવા (સ્વિસ) થી ઝાયેદે કરેલા નિવેદનમાં આગળ જણાવ્યું હતું કે માલદીવ જેવા નયનરમ્ય દેશમાં ઇમરજન્સી લડાઇ તે ડેમોકેસી પરનો હુમલો છે. માલદીવનો મામલો છેલ્લા ૩ દિવસથી સળગે. છે ત્યાર બાદ ઝાયેદનું ટીકાત્મક નિવેદન આવ્યું છે.

સંયુકત રાષ્ટ્ર સંઘ અને ઘણી બધી વિદેશી સરકારો જેમ કે અમેરીકા, બ્રિટન અને ભારતે માલદીવમાં ઇમરજન્સીની લદાયેલી ૫રિસ્થિતિ અંગે ચિંતા વ્યકત કરી છે. તાજેતરમાં  અમેરીકાએ નિવેદન આપ્યું હતું કે માલદીવમાં લોકશાહીનું માન જળવાયુ જોઇએ. તેમણે યામીનને કોર્ટ ઓર્ડર માનવા પણ અપીલ કરી હતી. પરંતુ તેાનાથી માલદીવના મામલામાં કોઇ જ ફેર પડયો નથી.

ઉલ્લેખનીય છે કે માલદીવ ૧૦૦૦ ટચુકડા ટાપુઓનો સમુહથી બનેલો ફરવા જેવો દેશ છે. તેનું અર્થતંત્ર વિદેશી પ્રવાસીઓ પર જ નભે છે હવે વર્તમાન પરિસ્થિતિને ઘ્યાને લઇને અમેરીકા, ચીન, ભારત અને ઇંગ્લેન્ડની સરકારોએ પોત પોતાના નાગરીકો માટે ટ્રાવેલ એડવાઇઝરી જારી કરી છે. જે મુજબ માલદીવમાં મામલો થાળે ન પડે અને પરિસ્થિતિ નોર્મલ ન થઇ જાય ત્યાં સુધી માલદીવ ન જવા ભલામણ કરી છે.

આ સિવાય માલદીવમાં દરમિયાનગીરી કરવા મામલે ભારત-ચીન સામ સામે છે. ભારત માલદીવને મદદ કરે તો સ્વાભાવિક રીતે જ ચીનના પેટમાં તેલ રેડાય તેમ છે. આથી ભારતનું વિદેશી મંત્રાલય હાલ તૂર્ત ફૂંકી ફૂંકીને પગલા ભરવામાં માને છે ચીનને પણ માલદીવમાં રસ છે. તેથી ચીનને દાવ ખેલવા દઇને ભારત પછી જ તેના મહોરા  બિછાવશે તેમ વિદેશી મામલાના રાજકીય વિશ્ર્લેશકો માને છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.