Abtak Media Google News

પૈસાની લેતી દેતી અંગેની બે વર્ષ પહેલા થયેલી અરજીના નિકાસ માટે રૂ ૧૨ હજારની લાંચ માગી તી

શહેરમાં રહેતા બે વ્યકિત વચ્ચે થયેલા આર્થિક વ્યવહાર બાદ બન્ને વચ્ચે મનદુ:ખના કારણે સામ સામી થયેલી અરીજીની તપાસમાં માલવીયાનગર પોલીસ મથકમાં ૨૦૧૬ વર્ષમાં બોલાવી સમાધાન નિવેદન લઇ ગુનો દાખલ નહી કરવા માંગેલી લાંચની બાકી રકમની માંગ કર્યાની સ્પેકટ્રોગ્રાફીક ટેસ્ટ અને એફએસએલ દ્વારા કોન્સ્ટેબલ લાંચ માગ્યાનું સમર્થન આપતા રાજકોટ લાંચ ‚શ્વત શાખાએ માલવીયાનગરના તત્કાલીન એન.રાળ મહીલા પોલીસ મથકમાં ફરજ બજાવતા શૈલેષ કોરાટ સામે ગુનો દાખલ કરી તપાસનો ધમધમાટ આદર્યો છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરમાં રહેતા આસામીએ પોતાના ધંધા માટે જેરામભાઇ અમીપરા પાસેથી ‚રૂ ૩૦ લાખ લઇ સિકયુરીટી પેટે આપેલું મકાનને વેંચાણ કરાર રકી આપેલો. પરંતુ આસામીએ જેરામભાઇને સમયસર નાણા પરત નહી કરતા શકતા જેરામભાઇ અને તેમના પત્નીએ નાણા લેનાર સામે પોલીસમાં અરજી કરેલી બાદ લેણદારે જેરામભાઇ અને તેમના પત્ની સામે પોલીસમાં અરજી કરી હતી.

બાદ બન્ને અરજીની તપાસ માલવીયાનગર પોલીસ મથકના ડી. સ્ટાફને સોંપી હતી. જેમાં પોલીસ મથકે બન્ને પક્ષને બોલાવી સમાધાન નિવેદન લઇ અરજીઓ ગુનો દાખલ નહી કરવા અને અરજી ફાઇલ કરવા અરજદાર પાસેથી ‚રૂ ૫૦ હજારની કોન્સ્ટેબલ શેલેષ કોરાટે માંગ કરી હતી. જેમાં ભલામણથી રૂા ૨૦ હજાર આપવાનું નકકી થયેલું જેમાં અરજદારે રૂા ૪ હજાર આપી બાકી રહેતી રકમ ઓછું કરવા કહેલું કોન્સ્ટેબલ શેલેષ કોરાટે રૂા ૧ર હજાર આપવા અંગે કહેતા આ અંગે અરજદારે લાંચ રૂશ્વત શાખાનો સંપર્ક કરી કોટેચા ચોક ખાતે આવેલી સીટી સર્વે કચેરી જતા છટુકુ ગોઠવેલું જેમાં કોન્સ્ટેબલને છટકાની ગંધ આવી જતા આવુ છુ તેમ કહી કોન્સ્ટેબલ શેલેષ કોરાટ ત્યાંથી નીકળી ગયો હતો.

એલસીબીએ માલવીયાનગર પોલીસ સ્ટેશન પાસેથી જરુરી દસ્તવેજી માહીતી મેળવેલી જે અંગે ફરીયાદીના વોઇસ સ્પેકટોગ્રાફીક ટેસ્ટ ફરીયાદી અને આરોપીઓ લાંચની માંગણી કરેલ હોવાનું એફએસએલ દ્વારા સમર્થન આપવામાં આવેલું છે. જેથી આરોપી શૈલેષ મગનભાઇ કોરાટ વિરુઘ્ધ એસીબીએ સરકાર તરફે ફરીયાદ આપતા ભષ્ટાચાર નિવારણ મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો.

આ ગુનાની તપાસ રાજકોટ લાંચ રૂશ્વત એકમના મદદનીશ નિયામક એ.પી. જાડેજા ના માર્ગદર્શન હેઠળ જામનગર એસીબીના પી.આઇ. એન.કે. વ્યાસ તપાસ ચલાથી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.