Abtak Media Google News

પ્યુબર્ટી-એજ દરમિયાન શરીર ગ્રોના તબક્કામાં હોય ત્યારે વેઇટ-ટ્રેઇનિંગ, પ્રોટીન-શેક, ફેટ-બર્નર્સ અને ડાયટ-સપ્લિમેન્ટ્સ જેવી કૃત્રિમ રીતને બદલે બને એટલી નેચરલ પલૃક્રિયા ફોલો કરશો તો સરળતાથી  ફિટ ઍન્ડ ફાઇન રહી શકાશે

ટીનેજર્સમાં આજકાલ બે અંતિમો જોવા મળે છે. કાં તો કિશોર-કિશોરીઓ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જરાય સભાન ની અને બેફામ જન્ક-ફૂડ ખાઈને અત્યંત આળસભરી બેઠાડુ જિંદગી જીવે છે કાં પછી ફિલ્મી અસર એટલી મો ચડી ગઈ હોય છે કે ટીનેજમાં જ સિક્સ પેક ઍબ્સ બનાવીને સૌી સ્માર્ટ, હેન્ડસમ દેખાવાનું ઘેલું લાગેલું હોય છે. ખાસ કરીને છોકરાઓની વાત કરીએ તો તેમને સલમાન ખાન, શાહરુખ ખાન, હૃતિક રોશન, સોનુ સૂદની જેમ છ ખાનાં પડે એવું પેટ જોઈતું હોય છે. હીરો-હિરોઇનો કલાકો સુધી જિમમાં મશીનો પર શરીરને કેળવે છે એવું સાંભળીને તેમને પણ બોડી બનાવવાનું મન ાય છે. આવા સમયે પેરન્ટ્સની અવઢવ વધી જાય છે કે સંતાનોને કાચી વયે જિમમાં બોડી બનાવવા મોકલવા કે ન મોકલવા? એનાી શું ખરેખર તેમને ફાયદો શે? કે પછી ઊલમાંી ચૂલમાં પડ્યા જેવું શે? કદાચ સ્લિમિંગ પિલ કે અન્ય અખતરાઓ કરવાની બાબતમાં તો પેરન્ટ્સ પણ સ્પષ્ટ હોય છે કે બીજા શોર્ટકટ્સ સંતાનો માટે હેલ્ધી ની, પણ જિમ એવી બાબત છે જે હેલ્ધી ઑપ્શન મનાય છે. ક્યાંક હરખઘેલા પેરન્ટ્સને સંતાનોને મોડલ જેવા બનાવવાની ઇચ્છા હોય છે પણ અા જિમમાં જઈને મોંઘાદાટ પ્રોટીન-શેક, ફેટ-બર્નર્સ અને સપ્લિમેન્ટ્સના ખર્ચા વગેરે પોસાતા ની એટલે સવાલ કરે છે કે સંતાનોને કઈ ઉંમરી અને કેટલું જિમિંગ કરાવવું?

૧૩-૧૪ વર્ષનાં છોકરાંઓ પણ પોતાની આળસને કારણે વધેલા શરીરને જિમમાં જઈને ટ્રિમ કરવાના અભરખા સેવે છે જે તદ્દન યોગ્ય ની એવો મત ધરાવતાં ફિટનેસ-એક્સપર્ટ અને ડાયટિશ્યન  કહે છે, મારી પાસે ઘણા ટીનેજર્સ આવે છે જેમને મોડલિંગ કરવું હોય છે અવા તો ફિલ્મસ્ટારો જેવું ફિઝિક બનાવવું હોય છે. ટીનેજમાં ફિટ રહેવું હોય અને ફિઝિકલ ગ્રોને નેચરલ રાખવો હોય તો જિમ જવું જરાય જરૂરી ની. રાધર જવામાં ઘણા જોખમો રહેલાં છે. આ જોખમો ટીન્સને તો ની સમજાવાનાં અને એટલે જ પેરન્ટ્સે આ બાબતમાં રસ લઈને સમજવું જોઈએ અને સંતાનોને સમજાવવા જોઈએ.

વેઇટ-ટ્રેઇનિંગ

જ્યારે સિક્સ પેક ઍબ્સ બનાવવી હોય તો વેઇટ-ટ્રેઇનિંગ તો કરવી જ પડે એવી માન્યતા છે. સામાન્ય લોકોની જ નહીં, અધકચરું જ્ઞાન ધરાવતા જિમ-ઇન્સ્ટ્રક્ટર્સ પણ આવું માને છે. આ બાબત ક્યારેક ટીનેજર્સની હેલ્ માટે અવળી પડી શકે છે. ટીનેજ દરમ્યાન કિશોરોના વિકાસનો તબક્કો સમજાવતાં કહે છે, છોકરાઓમાં સામાન્ય રીતે ૧૩-૧૪ વર્ષે પ્યુબર્ટી-એજ શરૂ ાય. પ્યુબર્ટીના બદલાવો છેક ૧૮-૧૯ વર્ષ સુધી ચાલે છે. આજકાલના બોય્ઝને હાઇટ વધારવી હોય છે. એ માટે ફિઝિકલ ઍક્ટિવિટી બહુ જરૂરી છે, પરંતુ જો આ સમયગાળા દરમ્યાન તમે જિમમાં જઈને વેઇટ-ટ્રેઇનિંગ કરવા માંડો તો એનાી વિપરીત અસર ઈ શકે. જ્યાં સુધી હાઇટ વધતી હોય ત્યાં સુધી બોડીના તમામ બોન્સ પૂરેપૂરા ડિફ્યુઝ ઈને મજબૂત યા ની હોતા. એવા સમયે વેઇટ-ટ્રેઇનિંગ વધુ કરવામાં આવે તો એ હાડકાંના ગ્રો અને જોઇન્ટ્સ બન્નેને નુકસાન કરી શકે છે. પ્યુબર્ટી દરમ્યાન હોમોર્નલ ડેવલપમેન્ટ ઈ રહ્યું હોય છે. આ એવો તબક્કો છે જેમાં સંતાનો ઇમોશનલી, મેન્ટલી, ફિઝિકલી પૂરેપૂરાં સેટલ્ડ ની હોતાં. આ સમયે બનેએટલી પોઝિટિવ એનર્જી મળે તો ગ્રો સરસ ાય છે. ટીન્સને ગ્રુપમાંકરવાની હોય એવી ફિઝિકલ ઍક્ટિવિટીઝમાં જોતરવાી બેસ્ટ ફાયદો ાય છે. જિમની ચાર દીવાલોની વચ્ચે તેમને એ પોઝિટિવ એનર્જી ની મળતી. એના બદલે સ્વિમિંગ, સાઇક્લિંગ, ટેનિસ, ફુટબોલ, વોલીબોલ, બાસ્કેટબોલ જેવી આઉટડોર અને ગ્રુપ-ઍક્ટિવિટીઝી શરીર અને મન બન્નેનો નેચરલ વિકાસ ાય છે.

ડાયટ અને સપ્લિમેન્ટ્સ

જ્યારે ફ્લેટ અને પેકવાળી ઍબ્સ બનાવવી હોય તો માત્ર વર્કઆઉટનું જ નહીં, ડાયટ-સપ્લિમેન્ટ્સનું પણ ધ્યાન રાખવું બહુ જરૂરી હોય છે. અગેઇન આ ઉંમરે ઘણીબધી ગેરમાન્યતાઓ ટીન્સમાં હોય છે. એ વિશે કહે છે, જિમમાં જાઓ અને તમારે પેટના મસલ્સ બનાવવા હોય એટલે તરત જ હાઈ પ્રોટીન-ડાયટ પર ચડાવી દેવામાં આવે છે. એ ઉપરાંત ઝડપી રિઝલ્ટ મેળવવા માટે ફેટ-બર્નર્સ, વે પ્રોટીન, ઍમિનો ઍસિડ્સનાં સપ્લિમેન્ટ્સ આપવામાં આવે છે. ટીનેજમાં આ ખૂબ જ જોખમી છે. જે ટ્રેઇનર્સ આ ગોળીઓ પ્રિસ્ક્રાઇબ કરે છે તેમને ટીનેજ બોડીને કેવી રીતે ટ્રેઇન કરવી એનું ભાગ્યે જ જ્ઞાન હોય છે. આપણા ગુજરાતીઓનો બાંધો વધુ મસલમાસ ની ધરાવતો એટલે ટીન્સ ઝડપી મસલ્સ બનાવવા માટે નોનવેજ અને ઇંડાં ખાવા તરફ વળે છે. હજી શારીરિક વિકાસ ઈ રહ્યો હોય ત્યારે કાબોર્હાઇડ્રેટ બંધ કરીને હાઈ પ્રોટીન શરૂ કરી દેવાી કુદરતી ગ્રો અટકી જઈ શકે છે. કાબોર્હાઇડ્રેટનું પ્રમાણ ઓછું ઘટાડવાી ટીનેજર્સના ફિઝિકલ, મેન્ટલ અને ઇમોશનલ ગ્રોમાં અવરોધો પેદા ાય છે. ફેટ-બર્નર્સ, પ્રોટીન-શેક કે સપ્લિમેન્ટ્સની ટીનેજર્સને જરૂર જ ની કેમ કે આ ઉંમરે નેચરલી જ તેમની મેટાબોલિઝમ હાઈ હોય છે. સપ્લિમેન્ટ્સ લઈને તમે શરીરની કુદરતી ક્ષમતાઓને હણી નાખો છો. હકીકતમાં આ એવો તબક્કો છે જેમાં આપણે બને એટલું નેચરલી બોડીને ટ્રીટ કરીએ અને સમજણપૂર્વકની ફિઝિકલ ઍક્ટિવિટી પસંદ કરીએ તો ઓછી મહેનતે આસાનીી ફ્લેટ ટમી મેળવી શકાય એમ છે. તમે જોયું હોય તો મશીન-વર્ક કરીને શરીરને લોખંડ જેવું સખત બનાવનારા લોકોની બોડીમાં હોમોર્નલ બદલાવો પણ ાય છે જેને કારણે ખૂબ નાની ઉંમરે ચહેરા પરની નમણાશ જતી રહે છે. ઘણા ટીન્સ એવું વિચારે છે કે આપણે આટલું વર્કઆઉટ તો કરીએ છીએ એટલે જન્ક ખાઈએ તો ચાલે, પણ એનાી બોડીને ડબલ માર પડે છે. મશીન વર્કઆઉટ અને વેઇટ-ટ્રેઇનિંગ કરવાી ચરબીની સો મસલ્સ પણ તૂટતા હોય છે. જો કસરતની સો યોગ્ય, સંતુલિત, હેલ્ધી ડાયટ ન લેવામાં આવે તો તમે ચરબીની સો મસલ્સ પણ ગુમાવી બેસો છો.

કન્ટિન્યુ નહીં રાખો તો મુશ્કેલી

ટીનેજમાં વેઇટ-ટ્રેઇનિંગ અને જિમ તો જ કરવા જોઈએ જો તમે એ જિંદગીભર અટક્યા વિના ચાલુ રાખવાના હો, નહીંતર એ પછી તમારું શરીર સાવ અદોદળું ઈ જઈ શકે છે. એનું કારણ સમજાવતાં કહે છે, ટેન્-ટ્વેલ્ દરમ્યાન તમે મસલ્સ બનાવી લો અને પછી હાયર સ્ટડીઝ કરો ત્યારે આપમેળે એ બધું છૂટી જવાનું અવા તો ઘટી જવાનું છે. લાંબા કલાકો વાંચવા બેસી રહેશો એટલે શરીરમાં ચરબીનો વધારો વાનો. તમે સપ્લિમેન્ટ્સ લઈને ઑલરેડી તમારી મેટાબોલિઝમ ધીમી પાડી દીધી છે અને હવે વર્કઆઉટ નહીં કરો તો ખાધેલું ચરબીમાં જમા ઈને પેટ, નિતંબ અને બાવડાં પર ટાયર બનીને ફેલાવા લાગશે. અભ્યાસનું સ્ટ્રેસ અને બલૂનની જેમ ફૂલી ગયેલી બોડી એવા સમયે અનેક યુવાનોમાં ઇન્ફીરિયોરિટી અને ડિપ્રેશન લાવે છે.

તો કરવું શું?

મેન્ટલી, ફિઝિકલી અને ઇમોશનલી બધી જ રીતે ફાયદો ાય એ માટે સંતુલિત કસરત અને આહારની જરૂર છે. પાસેી એ માટેની ટિપ્સ જોઈએ. સ્પોર્ટ્સ-ટ્રેઇનિંગ લેશો તો એમાં પણ ફિઝિકલ સ્ટ્રેન્ગ્ વધે છે. સાઇક્લિંગ, સ્વિમિંગ, ફૂટબોલ, ટેનિસ, વોલીબોલ, બાસ્કેટબોલ અને એના જેવી કોઈ પણ આઉટડોર અને ગ્રુપ-ઍક્ટિવિટીઝ કરવી.

ટમી ફ્લેટ અને પેકવાળું બનાવવું હોય તો સૌી પહેલાં તો બેસવા-ઊભા રહેવાનો પોર સુધારવો જરૂરી છે. વખતે ટટ્ટાર પોર જાળવશો તોય અડધું કામ ઈ જશે.

હાઇટ વધે એ માટે મસલ્સ ફ્લેક્સિબલ હોવા જોઈએ. એ માટે પૂરતું પાણી પીવું કેમ કે મસલ્સને વધવા માટે પૂરતું ફ્લુઇડ બોડીમાં હોવું જરૂરી છે.

સમયસર સૂવું, પૂરતી ઊંઘ લેવી અને સમયસર ઊઠવું એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે.કેલરી ઓછી ખાઈને વજન ઘટાડવાની આદત સાવ જ ખોટી છે. તમે જો ટીનેજમાં જરૂર કરતાં ઓછી કેલરીની શરીરને આદત પાડી દેશો તો એ પછી જ્યારે તમે કેલરી ઇનટેક વધારશો એટલે બોડી વધવા લાગશે. યંગ એજમાં મેટાબોલિઝમ હાઈ હોય છે ત્યારે કેલરી ઘટાડવાની ભૂલ ન કરવી. કસરત એટલી જ કરવી જે કર્યા પછી તમને ફ્રેશ અને ઍક્ટિવ ફીલ ાય. તમે સાવ ાકીને લૂઝ ઈ જાઓ અને ઢળી પડો એ લેવલ સુધી ફિઝિકલ ટ્રેઇનિંગ કદી ખેંચો નહીં. તમારી બોડીની સહનશક્તિ વધારવા માટે એને માત્ર ટોર્ચર કરવાની નહીં, ોડુંક પંપાળવાની પણ જરૂર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.