Abtak Media Google News

બેબી કેર માર્કેટમાં વિશ્વની સૌથી મોટી કંપની જ્હોનસન એન્ડ જ્હોનસનને વધુ એક ઝટકો લાગ્યો છે. એક અમેરિકન કોર્ટે આ કંપનીને એક ગ્રાહકે 760 કરોડ રૂપિયા વળતર આપવાનો આદેશ આપ્યો છે. આ પહેલાં નિચલી કોર્ટે 240 કરોડ રૂપિયા વળતર નક્કી કર્યુ હતું, જેને આ કોર્ટે અંદાજિત ત્રણ ગણું વધારીને 760 કરોડ રૂપિયા કરી દીધું. આ વળતરની રકમ 70 ટકા જ્હોનસન એન્ડ જ્હોનસન સોપ અને 30 ટકા પાઉડર સપ્લાય કરતી કંપની ઇમેરીઝ ટેલ્ક ચૂકવશે. જો કે, બંને કંપનીઓએ પોતાના પ્રોડક્ટ્સને વધારે શ્રેષ્ઠ ગણાવીને નિર્ણયને પડકારવાની વાત કહી છે.

ન્યૂજર્સીના 46 વર્ષના ઇન્વેસ્ટમેન્ટ બેન્કર સ્ટીફન લેન્જો III અને તેમની પત્ની કેન્ડ્રાએ જ્હોનસન એન્ડ જ્હોનસનના બેબી પાઉડરથી મેસોથેલિયોમા (કેન્સરનો પ્રકાર) થયું હોવાનો દાવો કરી વળતર માંગ્યુ હતું. આ વર્ષે જાન્યુઆરીમાં દાખલ કેસમાં લેન્જોએ આરોપ લગાવ્યો હતો કે, તેઓ 30 વર્ષથી કંપનીનો બેબી પાઉડર ઉપયોગ કરી રહ્યા છે. તેમાં એસબેસ્ટસ હોવાના કારણે તેઓને મેસોથેલિયોમા થઇ ગયું. લેન્જો કહે છે કે, કંપની આ પ્રકારની બીમારી થવાની શક્યતાઓ વિશે જાણકારી ધરાવતી હોવા છતાં, તેણે પોતાના પ્રોડક્ટ્સ પર કોઇ પણ પ્રકારની બીમારી અથવા જોખમ હોવાની ચેતવણી નથી આપી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.