Abtak Media Google News

ગૂગલના એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરતા આ સ્માર્ટ ટીવીની કિંમત જાણીને તમને આશ્વર્ય થશે. 32 ઇંચના સ્માર્ટ ટીવીને માત્ર 17,999 રૂપિયામાં ખરીદી શકાય છે. કંપનીએ તેની સાથે જ પોતાના બે એલઇડી ટીવી પણ લોન્ચ કર્યા છે. 24 ઇંચના એલઇડી ટીવીની કિંમત માત્ર 9,999 રૂપિયા છે અને 32 ઇંચના એલઇડીની કિંમત 13,999 રૂપિયા છે.

એક અહેવાલ અનુસાર એવો અંદાજ લગાવવામાં આવ્યો છે કે ભારતમાં ટીવી બજાર 2021 સુધી 9 અબજ ડોલરના આંકડાને પાર કરી લેશે, તેને જોતા સ્માર્ટ ટીવી હને પ્રિમિયમ કેટેગરીમાં સામેલ થઇ ગયું છે.

એસજી કોર્પોરેટ મોબિલીટીના મેનેજિંગ ડિરેક્ટર યોગેશ ભાટિયાએ જણાવ્યું કે અમે વિશ્વમાં સૌથી સસ્તા ફિટર ફોન લોન્ચ કરીને આર્થિક રૂપે નબળા વર્ગ માટે સંવાદ કાયમ કરવામાં આવતી અડચણો ગૂર કરી છે. હવે અમે ભારતનું ટીવી લોન્ચ કરવાની એક નવી યાત્રા શરૂ કરવા જઇ રહ્યાં છીએ. ઉલ્લેખનીય છે કે કંપનીએ આ મહિનાના અંત સુધમાં બજારમાં 24 ઇંચથી લઇને 65 ઇંચ સુધીના એલઇડી લોન્ચ કરવાની યોજના બનાવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.