Abtak Media Google News

મોંધવારી પર બ્રેક અને બેન્કો પર દબાણની સ્થિતિ પ્રતિ મીટ!

લોકસભાની  ચુંટણી માટે કેન્દ્ર સરકારે જંગી ખર્ચ કરવો પડયો છે અને સરકારી તિજોરી ઉપર સારી પેઠે દબાણ પ્રવર્તે છે તે ટાંકાણે રિઝર્વ  બેન્કે તેની આર્થિક-નાણાકિય નીતિ વિષયક સમીક્ષા કરીને નવી નીતિમાં રેપો રેટમાં ૦.૨૫ ટકાનો ધટાડો કર્યો છે અને રિવર્સ રેપોરેટમાં પણ હાલના ૬ ટકાને બદલે ૫.૫ ટકા કર્યો છે. આને લીધે આને લીધે દરેક પ્રકારની લોન સસ્તી થશે! જો કે આવી સસ્તીલોન આપવી કે નહિ તેનો નિર્ણય સંબંધીત બેન્કો જ લઇ શકે !

ચોમાસાની સ્થિતિગતિ હજુ અકળ હોવાનું ચિત્ર પ્રવેર્ત છે તે જોતાં રિઝર્વ બેન્કનાં આ પગલાંથી અભ્યાસીઓ નવાઇ પામે તે શકય છે.

ચોમાસા સંબંધી છેલ્લો અહેવાલ દર્શાવે છે કે, ચોમાસું મોડું થશે અને મોળું (નબળુ) થશે!

મોંધવારી પર બે્રક અને બેન્કો પર દબાણની સ્થિતિ, એ બે બાબતો પ્રતિ લાગતા વળગતાઓની મીટ રહેશે.

અત્યારે તો દેશની આર્થિક અને નાણાનીતિ જે દિશામાં છે એ સારી પેઠે ચિંતાજનક છે એવો ઘ્વનિ ચારેકોર ઉઠી જ રહ્યો છે.

વડાપ્રધાન શ્રી મોદીએ રોજગારી અને વિકાસના એન્જીનને દોડતું  કરવા મંત્રી મંડળની બે સમિતિઓ રચના કરી છે એ શુભ ચિહન છે જો કે, કમીટીઓ રચીને સંતોષ માનીએ અને એની કામગીરીઓનું અવિરત નીરીક્ષણ ન કર્યા કરીએ તો એ ધાર્યા મુજબ ઉપકારક ન બની શકે, એવા ઘણાં ઉદાહરણો આપણા ભૂતકાળમાં મોજુદ છે જ!

આર્થિક વિકાસદરની સાથો સાથ ફુગાવામાં અને મોંધવારીમાં વધારાની શકયતા ઉભી થતી હોય છે, અને ભાવોને અંકુશમાં રાખવાનું મુશ્કેલ બની જાય છે.

વળી કોઇપણ ‘બજેટ’ને રૂપાળુ રાખવું હોય તો એમાં ભાવો ધટાડવાનાં પગલા હોવા જરુરી બની છે.

દર વર્ષે ફેબ્રુઆરી મહિનો આવે છે અને કેન્દ્ર સરકારનું બજેટ કેવું હશે તેની ચર્ચાઓ ચાલુ થઇ જાય છે. અંદાજ પત્રનો ઉપયોગ વિવિધ પ્રકારના કરવેરા વધારવા અથવા ઘટાડવા માટે કરવામાં આવે છે. બજારમાં ચીજવસ્તુઓના જે ભાવો જોવા મળે છે તેમાં વિવિધ કરવેરાઓનો પણ મોટો ફાળો હોય છે. આ કરવેરાનો સામાન્ય સિઘ્ધાંત એવો હોય છે કે, શ્રીમંતોની કમાણીમાંથી કરવેરાઓ ઉઘરાવીને તેમાંથી ગરીબોના કલ્યાણ માટેની યોજનાઓ પાછળ નાણાંનો ખર્ચ કરવો આપણા દેશમાં કરવેરાનું માળખું જે છે તે તદન ઉંધી દિશામાં કાર્ય કરે છે. આપણે ત્યાં ગરીબોના વપરાશની જેટલી ચીજવસ્તુઓ છે તે તમામ ઉપર ભારેમાં ભારે કરવેરા વસુલ કરવામાં આવે છે અને તેનો ઉપયોગ મોટાભાગે સરકારી બાબુઓને પગારની ચુકવણી કરવા માટે કરવામાં આવે છે. એક બાજુ આપણા દેશમાં કરોડપતિઓની સંખ્યા વધી રહી છે અને બીજી બાજુ સંપતિ વેરો ભરનારાઓની સંખ્યા ઘટી રહી છે. તેનો અર્થ એવો થાય છે કે, શ્રીમંતો કોઇપણ રીતે ટેકસ ભરવામાંથી છટકી જાય છે પણ ગરીબોએ તો ફરજીયાત ટેકસ ભરવો જ પડે છે. ગયા નાણાકીય વર્ષમાં આપણી  કેન્દ્ર સરકારે પ્રજા પાસેથી ટેકસના રુપમાં ૩.૭૦ લાખ કરોડ રૂપિયા ઝાટકીને લઇ લીધા હતા. તેમાંના ૧.૩૪ લાખ કરોડ રૂપિયા તો ઉધાર લીધેલી રકમ ઉપર વ્યાજ ચુકવવા માટે જ વાપરવામાં આવ્યા હતા અને બીજા ૮૩,૦૦૦ કરોડ રૂપિયા તો સંરક્ષણ પાછળ જ વાપરી નાખવામાં આવ્યા હતા.

રાજાશાહીમાં માત્ર ખેતીની આવક ઉ૫ર ૨૫ ટકા ટેકસ ઉઘરાવવામાં આવતો હતો, જે ચોથ તરીકે ઓળખાતો હતો. આ સિવાય ઇન્કમટેકસ, સેલ્સ ટેકસ, કસ્ટમ ડયુટી, એકસાઇઝ, સર્વિસ ટેકસ, પ્રોફેશનલ ટેકસ, ફ્રિન્જ બેનિફિટ ટેકસ, ઓકટ્રોય વેલ્થ ટેકસ વિગેરે કોઇ કરવેરાની જંજાળ આપણા દેશમાં જોવા મળતી નથી. ૧૮મી સદીમાં ઇગ્લેન્ડમાં ઔઘોગિક ક્રાંતિની શરુઆત થઇ ત્યારે ભારતમાં ઉઘોગોનો વિકાસ ન થાય તે માટે અંગ્રેજો તરફથી ઉત્પાદન ઉપર એકસાઇઝ ડયુટીની શરુઆત કરવામાં આવી હતી. ભારતીયો દ્વારા કોઇ માલનું ઉત્પાદન કરવામાં આવે  તેને અંગ્રેજો ગુન્હો ગણતા હતા. અને આ ગુન્હાની સજાના રુપમાં આબકારી જકાત ઉઘરાવવાનું ચાલુ રાખવામાં આવ્યું હતું. આ જકાતનો સૌથી વધુ માર ગરીબોને પડે છે. આપણા દેશને સ્વતંત્રતા પ્રાપ્ત થઇ તે પછી જીવન જરુરીયાતની ચીજવસ્તુઓ ઉપર આબકારી જકાત ચાલુ રાખવાનું કોઇ કારણ ન હોતું પણ સરકારને તેના દ્વારા થતી આવકનો ચસકો લાગી જતા તે જકાત ચાલુ રાખવામાં આવી હતી. એટલું જ નહીં તેમાં દર વર્ષે પ્રચંડ વધારો કરવામાં આવે છે. આ જકાતનો સૌથી વધુ માર ગરીબોને પડે છે.

આજે ગરીબો દ્વારા જે કોઇ ચીજવસ્તુઓ વાપરવામા આવે છે તેમાં અનેક પ્રકારના આડકતરા વેરાઓ સરકાર વસુલ કરે છે ગરીબો જે છે.

સ્વતંત્રતા પછી ભારતના મોટાભાગના રાજયોમાં દારુબંધીની નીતીનો અમલ કરવામાં આવ્યો ત્યારે રાજયોની આવક જાળવી રાખવા માટે વેચાણવેરો દાખલ કરવામાં આવ્યો હતો. આ વેરો હકીકતમાં તો વેપારીએ ચૂકવવાનો હપ્તો પણ આજે તે ગ્રાહક પાસેથી જ વસુલ કરવામાં આવે છે. આ કારણે વેચાણવેરાથો હકીકતમાં ખરીદવેરો કોઇ ચીજ ખરીદવા જાય તો તે માટે પણ તેણે સરકારને વેરો ચુકવવો પડે છે. કોઇપણ ચીજવસ્તુ જયારે કારખાનામાં બને છે, ત્યારે તેની ઉપર કેન્દ્ર સરકાર દ્વારા આબકારી જકાત વસુલ કરવામાં આવે છે.

આપણી સરકાર દેશની પ્રજા પાસેથી જે અબજો રૂપિયાની રકમ વેરાઓના રુપમાં ઉઘરાવે છે. તેનો ઉપયોગ પ્રજાના કલ્યાણની યોજનાઓ પાછળ કરવામાં આવે છે. એવું જો તમે માનતા હોય તો તમે ભીંત ભૂલો છો. આપણા દેશની પ્રજા પાસેથી જે વિવિધ વેરાઓ ઉઘરાવવામાં આવે છે., તેમાંથી પ૦ ટકા કરતાં વધુ રકમ તો કેન્દ્ર સરકારના ૩૩ લાખ કર્મચારીઓને પગાર તેમ જ ભથ્થાંઓ ચૂકવવામાં જ ખર્ચાઇ જાય છે. આજે ભારતના નાગરીકની સરેરાશ વાર્ષિક આવક ૧૫,૬૦૦ રૂપિયા છે. તેની સામે સરકારી કર્મચારીઓની સરેરાશ આવક ૭૫,૦૦૦ રૂપિયા છે. એક બાજુ ગરીબ પ્રજા પાસેથી મારી ઝુડીને ટેકસના રૂપમાં રૂપિયા પડાવી લેવામાં આવે છે. અને બીજી બાજુ આ રૂપિયામાંથી વડાપ્રધાન, પ્રધાનો, સંસદસભ્યો અને સરકારી અધિકારીઓ જલ્સા કરે છે. તેમની આ સત્તાવાર આવકમાં ભ્રષ્ટાચારના માઘ્યમથી પ્રજા પાસેથી પડાવવામાં આવતા અબજો રૂપિયા ઉમેરીએ તો ખ્યાલ આવશે કે આપણી પ્રજા ઉપર આ સરકારી યંત્રણા કેટલા મોટા બોજારુપ બનીગઇ છે. જો સરકાર ધારે તો અંદાજપત્રના માઘ્યમથી  જ આ બોજામાં દસ ટકા ઘટાડો કરીને આવશ્યક ચીજવસ્તુઓના ભાવો બે વર્ષ

અગાઉની સપાટી ઉપર પાછો લાવી શકે છે. પરંતુ આપણી સરકારને વધેલા ભાવો ધટાડવામાં કોઇ રસ છે ખરો?

એ સવા લાખના પ્રશ્ર્ન છે. ચુંટણીમાં બેસુમાર જંગી ખર્ચ અને રાજકીય સ્વાર્થ, ભ્રષ્ટાચાર, પ્રવાસોમાં બેફાર્મ ખર્ચ વગેરે જોતા વહીવટી ખર્ચમાં જંગી કરકસર અને શ્રીમંતોનાથો સહકાર મેળવવો અનિવાર્ય બનશે એ અત્યારનો તકાજો છે.

એમ નહિ થાય તો પ્રજા માફ નહિ કરે વિપક્ષો સાથે સુમેળ પણ મહત્વનો બનશે!

દેશની નાણાનીતિ કંઇ દિશામાં? ચોમાસાની સ્થિતિગતિ અકળ હોવાને ટાંકણે રિઝર્વ બેન્કમાં પગલાંથી નવાઇ!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.