દેશ પોતાના નિર્ણયમાં પીછેહઠ નહીં કરે: મોદી

વિપક્ષોને જેની મદદ લેવી હોંય એ લઈ લ્યે….

બિહારનાં સાસારામમાં જાહેસભાના સંબોધન સાથે ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરતા વડાપ્રધાન: કાશ્મીર માટે કલમ ૩૭૦ ફરી લાગુ કરવાની વાત કરનારા કયા મોઢે મત માગે છે? મોદી

બિહારનાં સાસારામમાં ચૂંટણી જાહેરસભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ વિપક્ષ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતુ કે વિપક્ષ કહે છે કે અમે સત્તા પર આવીશું તો કાશ્મીર માટે અનુચ્છેદ ૩૭૦ ફરી લાગુ કરીશું એ લોકો ગમે તેની મદદ લ્યે પણ દેશ પોતાના નિર્ણયોમાં પીછેહઠ નહી કરે.

જમ્મુ કાશ્મીરમાંથી આર્ટીકલ ૩૭૦ હટાવવાનો દેશને વર્ષોથી ઈંતજાર હતો અને અમે એનડીએ સરકારે આ નિર્ણય લીધો પણ આજે અમુક લોકો આ નિર્ણયને બદલવાની વાત કરે છે. આ લોકો કયા મોઢે મત માગવા નીકળ્યા છે. તેમ બિહારનાં સાસારામ ખાતે ચૂંટણી સભાને સંબોધતા જણાવ્યું હતુ.

સભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે એ લોકો કહે છેકે સત્તા પર આવીશું તો આર્ટીકલ ૩૭૦ ફરી લાગુ કરીશું એ લોકોને તમારી જ‚રતોની પડી નથી એમનું ધ્યાન તો પોતાના સ્વાર્થ ઉપર જ છે. પોતાની તિજોરી ઉપર જ છે. આ જ કારણોસર ભોજપૂર સહિતના સમગ્ર બિહારમાં લાંબા સમય સુધી વીજળી, રસ્તા, પાણી જેવ પાયાની જ‚રીયાતોનાં વિકાસ થઈ શકયો નથી.

વિપક્ષ ઉપર પ્રહાર કરતા વડાપ્રધાને જણાવ્યું કે દેશ સંકટનું સમાધાન કરતો આગળ વધી રહ્યો છે. ત્યારે એ લોકો દરેક સંકલ્પ સામે રોડા બનીને ઉભા છે.દેશના ખેડુતોને ‘વચેટીયા’ અને દલાલોથી મૂકિત અપાવવાનો નિર્ણય લીધો એ લોકો વચેટીયા અને દલાલોને પક્ષ લઈ મેદાનમાં આવી ગયા.

તેમણે જણાવ્યું કે મંડી અને એમએસપીનો એક બહાનું છે. હકીકતમાં વચેટીયા અને દલાલોને બચાવવા માગે છે.

લોકસભાની ચૂંટણી પહેલા જયારે ખેડુતોના બેંક ખાતામાં સીધા નાણા આપવાનું શ‚ કર્યું ત્યારે કેવો ભ્રમ ફેલાવ્યો હતો તમને ખબર છે ને? દેશની રક્ષણાત્મક તાકાત વધારવા માટે રાફેલ વિમાનો ખરીધા ત્યારે પણ વચેટીયા અને દલાલોની ભાષા બોલી રહ્યા હતા.

વચેટીયા, દલાલો પર ઘા થાય એટલે ‘એ’ હલબલી જાય: મોદી

વડાપ્રધાને જણાવ્યું કે જયારે જયારે વચેટીયા અને દલાલોને અમારા પ્રજાહિતના પગાથી ઘા લાગે છે ત્યારે તેઓ હલબલી જાય છે. ખળભળી જાય છે. અત્યારે દેશ સંગઠીત અને વિકાસ તરફ આગળ વધી રહ્યો છે. ત્યારે ભારતને નબળો પાડવા કાવતરા રચનારા લોકોને સાથ આપવામાં પણ ખચકાતા નથી તેમ વડાપ્રધાને જણાવ્યું હતુ.

હવે ખોટું કરનારાએ વિચારવું પડે છે: વડાપ્રધાન

વડાપ્રધાને જણાવ્યું કે, અત્યારની સરકાર ‘શામક’ નહીં પણ ‘સેવક’ના ‚પમાં કામ કરી રહી છે. હવે દેશમાં ખોટું કરનારાએ સો વખત વિચારવું પડે છે. બિહારે સુધરારાની ગતી પકડી છે, હવે માળખાકીય સવલતો પર વધુ ધ્યાન અપાશે. ગામડા માટે દરેક મિલ્કતને અમે પ્રોપર્ટી કાર્ડ આપવાનું નક્કી કર્યું છે. એનાથી હવે કોઈના ઘર પર કબ્જો નહીં કરી શકાય. આ યોજના બિહારની ચૂંટણી પછી અમલી બનશે.