Abtak Media Google News

સ્વદેશી ટેકનીકથી ઉત્પન્ન થનાર વિજળી પ્રતિ યુનિટ રૂા.૧.૨૦ પૈસામાં પડશે: આ ટેકનિક દ્વારા ઉર્જા તેમજ પાણીનાં એકધારા વિતરણને કારણે અર્થ વ્યવસ્થા મજબુત થશે

શહેરમાં અક્ષવિ અવેયર પ્રાઈવેટ લિમીટેડનાં ચીફ મેનેજીંગ ડાયરેકટર વિપ્ર ગોયલે એમ્બેસેડર ભારતની પરમાણુ સહેલી ડો.નિલમ ગોયલની સાથે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરેલ. વિપ્ર ગોયલ આઈ.આઈ.ટી. ખરગપુરમાં ઈકોનોમીકસ તેમજ મેથસ કમ્પ્યુટરીંગ કોર્ષનાં ચોથા સેમીસ્ટરનાં વિદ્યાર્થી પણ છે અને ભારત તેમજ ખાસ કરીને રાજસ્થાન તેમજ ગુજરાત રાજયની પાણી તેમજ વિજળી તેમજ કૃષિ સંબંધિત યોજનાઓનાં માર્ગમાં પડકારો, સમાધાન તેમજ આયોજન વિશે કાર્ય કરી રહ્યાં છે. હાલમાં જ તે અમેરિકાનાં ન્યુયોર્કમાં એક ઈન્ટરનેશનલ કોન્ફરન્સમાં પાંચ દેશો (અમેરિકા, ફ્રાંસ, જાપાન, ઓસ્ટ્રેલિયા, યુ.કે)નાં પ્રતિનિધિઓની સાથે આ સંબંધમાં વિચાર વિમર્શ કરી આવ્યા છે.

પહેલા ચરણમાં યુરેનિયમ આધારીત પરમાણુ વિજળીઘરોમાંથી વિદ્યુત ઉત્પાદન થાય છે. ભારતમાં પરમાણુ ઉર્જાથી વિજળી ઉત્પન્ન કરવા માટે સને ૧૯૭૦થી શરૂઆત થઈ ચુકયો હતો. આજ સુધી ૬૭૮૦ મેગાવોટનાં ૨૨ પરમાણુ વિજ મથકો કાર્યરત છે. આ પરમાણુ વિજળી ઘર ૩૩૯૦૦ મેગાવોટનાં સોલાર પાવર પ્લાન્ટોની બરાબરનું ઉત્પાદન કરી રહ્યાં છે. બીજા ચરણમાં પ્લુટોનિયમ જે પહેલા ચરણનું સ્પેટ ઈંધણ છે, જેનાથી વિજળીનું ઉત્પાદન થાય છે. ૫૦૦ મેગાવોટનાં પ્રોટોટાઈપ ફાસ્ટ બ્રિડર રીએકટરનું નિર્માણ તામિલનાડુના કુડનકુલમમાં ૨૦૧૩માં જ પૂર્ણ થઈ ગયું હતું. ત્રીજા ચરણનાં પરમાણું વિજળી ઘરોમાં થોરીયમને ઈંધણ સ્વરૂપે પસંદ કરવામાં આવે છે. ભારતની પાસે થોરીયમ વિપુલ માત્રામાં ઉપલબ્ધ છે. ભારત પોતાની સ્વદેશી ટેકનિક, ઈંધણ વ્યવસ્થા તેમજ કાર્યકુશળતાના બળે ૪ લાખ ૮૦ હજાર મેગાવોટનાં પરમાણુ વિજળીઘર સ્થાપવા સક્ષમ છે. અર્થાત ભારત પોતાના ૬૦૦ જિલ્લામાં ૧૦૦૦-૧૦૦૦ મેગાવોટનાં ૬૦૦ ઓફગ્રીડ પરમાણુ વિજઘર સ્થાપવાની ક્ષમતા રાખે છે.

પરમાણુ સહેલીએ જણાવ્યું કે, આ સ્વદેશી ટેકનીકથી ઉત્પન્ન થનાર વિજળી પ્રતિ યુનિટ રૂા.૧.૨૦ પૈસામાં પડશે. રાજય સરકાર તેની રૂા.૧.૭૫ પ્રતિ યુનિટ ખરીદ કરેને રૂા.૨.૦૦ પ્રતિ યુનિટ સુધી મોરબીનાં કારોબારીઓને પુરી પાડી શકશે. આ ઓફગ્રીડ વિજળી હશે. અર્થાત તેમાં ટ્રાન્સમીશન, છીજત, ચોરી જેવા વેસ્ટ નહીં હોય. જયાં કોલસાથી એક યુનિટ વિજળી ઉત્પાદન હેતુ લગભગ ૨.૫ લીટર પાણીની જરૂરીયાત થાય છે ત્યાં પરમાણુ ઉર્જાથી પ્રતિ યુનિટ વિજળી ઉત્પાદન માટે ૧.૫ લીટર પાણીની જરૂરીયાત રહે છે.

વધુમાં તેમણે ઉમેર્યું કે, ભારત અને ખાસ કરીને મોરબીની ક્ષેત્રીય જનતાને જાગૃતિ લાવવાનો સૌથી પ્રથમ પ્રયત્ન છે. જાગૃત જનતા શાસન તેમજ પ્રશાસનની સાથે ખભે ખભા મીલાવીને કાર્ય કરે છે તો અટકી પડેલ તમામ યોજનાઓ સમય પર શરૂઆત થઈ શકશે. પરમાણુ સહેલી દ્વારા પ્રદાન થયેલ આર્થિક સહયોગથી વિપ્ર ગોયલ દેશનાં વાસ્તવિક તેમજ સતત વિકાસ કરી રહેલ યોજનાઓનાં વ્યવહારિક કામ અર્થે નીતિ આયોગ, દિલ્હી, રાજસ્થાન રાજય તેમજ દુરદેશી વિસ્તારો, દેહાંતોનાં અઘ્યયન, ઈસરો, ભાભા પરમાણુ અનુસંધાન કેન્દ્ર, મુંબઈ, ઈન્દિરા ગાંધી રીસર્ચ સેન્ટર તામિલનાડુ, બિહાર, પંજાબ, ઉતરપ્રદેશ, ગુજરાત તેમજ વર્લ્ડ બેંકની યાત્રા તેમજ અમેરિકામાં એક ઈન્ટરનેશનલ કોન્ફરન્સ તેમજ અન્ય સંબંધિત કાર્યો કરી રહ્યાં છે.

ભારતમાં ઉર્જા તેમજ પાણીનાં એકધારા વિતરણથી ભારતની અર્થવ્યવસ્થા ગુણાત્મક દિશામાં આગળ વધી શકશે. જેનાથી ભારતમાં રોજગારીનાં દ્વાર ચારેબાજુથી ખુલ્લી જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.