ધોરાજીમાં કપાસનો પાક સંપૂર્ણપણે નિષ્ફળ જતાં ખેડુતોની હાલત કફોડી

109

ખેડુતોને અગમ્ય પગલુ ભરતા રોકવા સરકાર સહાય જાહેર કરે

સૌરાષ્ટ્રમાં સતત ક મૌસમી વરસાદને કારણે તમામ પાકો નિષ્ફળ ગયાં છે અને ખેડૂતોની ચિંતા તકલીફમાં વધારો થયો છે ખેડૂતો દેવાદાર બન્યા છે અને ખેડૂતો આખાં વર્ષની મહેનત પર પાણી ફરી વળ્યું છે મોંઘા ભાવોના જંતુનાશક દવાઓ તથા બિયારણો લઈને ખર્ચાઓ માથે પડયા છે ત્યારે ધોરાજી પંથક નાં ખેડૂતો પર પડતાં પર પાટું જેવી પરિસ્થિતિ નિર્માણ થવા પામી છે ચોમાસામાં સતત વરસતાં વરસાદ ને કારણે ઘણા પાકો ને ભારે નુકશાન થયું હતું ત્યાર બાદ ખેડૂતો એ અન્ય પાક ની વાવણી કરી ને કંઈક આશાઓ લઈને ઉછીઉધારી અને પોતાના દરદાગીના વ્યાજે નાણાં લઈને અન્ય પાક નુ વાવેતરો કરવામાં આવ્યા હતા પણ ક મૌસમી વરસાદ અને માઉઠા ને કારણે મગફળી કપાસ માં ભારે નુકશાન થવા પામ્યુ છે કપાસ નાં જીંડવાઓ અને જે નવાં ફુલો આવ્યા હતા તે પણ ખરી ગયાં અને મગફળી કપાસ માં ભારે નુકશાન થવા પામ્યુ છે.

ખેડૂતો ને પડતાં પર પાટું જેવી પરિસ્થિતિ નિર્માણ થવા પામી હવે ચોમાસામાં વરસાદ બંધ થવાં નું નામ નહોતો લેતો અને દિવાળી નાં દિવસો માં પણ ક મૌસમી વરસાદ અને બે અલગ અલગ પ્રકારના વાવાઝોડાં ને કારણે મગફળી કપાસ જેવા પાકો ને ભારે નુકશાન થયું જેથી ખેડૂતો ની દશા અતિશય ખરાબ પરિસ્થિતિ થવા પામી છે આખાં વર્ષ ની મહેનત એળે ગઈ છે ખેડૂતો દેવાદાર બન્યા છે ત્યારે રાજ્ય સરકાર ની નૈતિક જવાબદારી છે માવઠા નાં અસરગ્રસ્ત ખેડૂતો તાત્કાલીક અસર થી પાક વિમો અથવા તો રાહત આપે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવેલ હાલ જામકંડોરણા નાં ભાદરા ગામ નાં ખેડૂતે આત્મા હત્યા કરવાનો વારો આવ્યો હતો

Loading...