કોર્પોરેશનની લાઈબ્રેરીઓ કાલથી ફૂલ ટાઈમ ખુલ્લી રહેશે

કોરોનાના સંક્રમણના કારણે લોકડાઉન બાદ અનલોક-૧ થી સરકાર તરફથી સમયાંતરે મળેલી સૂચનાઓને દયાને લઇ તકેદારીના પગલા રૂપે મહાપાલિકા સંચાલિત લાઇબ્રેરીઓનો સમય  સવારે ૮થી સાંજે ૪ કલાક સુધીનો રાખવામાં આવ્યો હતો.

મહાપાલિકા સંચાલિત શ્રીમતી પ્રભાદેવી જે. નારાયણ પુસ્તકાલય, કેનાલ રોડ, દતોપંત ઠેંગડી પુસ્તકાલય, શ્રોફ રોડ, બાબુભાઈ વૈધ લાઈબ્રેરી, રૈયા રોડ તથા ૪. મહિલા વાચનાલય, મહિલા એકટીવીટી સેન્ટર ,નાનામાવા સર્કલનાં તમામ લાઇબ્રેરીઓ કાલથી તેના રેગ્યુલર સમયે એટલે કે સોમવાર થી શુક્રવાર સવારે ૯ થી સાંજે ૭.૩૦ તથા  ડો. બાબાસાહેબ આંબેડકર ભવન લાઈબ્રેરી, જીલ્લા ગાર્ડનનો સમય સોમવાર થી શુક્રવાર સવારે ૯ થી સાંજે ૫.૩૦નો રહેશે. તમામ લાઇબ્રેરીઓ બીજો,ચોથો, શનિવાર તથા બધા રવિવાર સવારે ૮ થી બપોરે ૨ તેમજ જાહેર રજાઓમાં લાઇબ્રેરીઓ બંધ રહેશે.

Loading...