Abtak Media Google News

કરોડો રૂપિયાની ગ્રાન્ટ અટકે તેવી દહેશત: ચોકકસ એજન્સીને ખટાવવા સીવીસીની ગાઈડલાઈનનો ઉલાળિયો કરતા મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાની

કેન્દ્ર સરકાર દ્વારા દેશના ૧૦૦ શહેરોને સ્માર્ટ સિટી તરીકે વિકસાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં રાજકોટનો સમાવેશ કરવામાં આવ્યો હોવાને મહિનાઓ વીતી ગયા હોવા છતાં કોર્પોરેશનની ખોરી ટોપરા જેવી દાનતના કારણે હજુ સુધી સ્માર્ટ સિટી માટે ક્ધસલ્ટન્ટની નિમણુક થઈ શકી નથી. ચોકકસ એજન્સીને ખટાવવા માટે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ સીવીસીની ગાઈડલાઈનનો ઉલાળીયો કરી ચોથી વખત કરવાનો નિર્ણય લીધો છે.

કેન્દ્ર સરકાર દ્વારા રાજકોટની સ્માર્ટ સિટી તરીકે પસંદગી થયા બાદ સ્માર્ટ સિટી પ્રોજેકટ અમલમાં મુકી શકાય તેવા હેતુ સાથે રચાયેલી સ્પેશિયલ પર્પઝ વ્હીકલ રાજકોટ સ્માર્ટ સિટી ડેવલોપમેન્ટ લીમીટેડ સ્માર્ટ સિટી અંતર્ગતના તમામ પ્રોજેકટનું અમલીકરણ કરવામાં આવનાર છે. આ માટે પ્લાનીંગ અને પ્રોજેકટ ક્ધસલ્ટન્ટની ખાસ આવશ્યકતા રહે છે. ક્ધસલ્ટન્ટની નિમણુક કરવા માટે અગાઉ મહાપાલિકા દ્વારા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં એક જ ટેન્ડર આવ્યું હતું. સીવીસીની ગાઈડલાઈન મુજબ પ્રથમ પ્રયાસે જો એક જ ટેન્ડર આવે તો બીજી વખત ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. બીજી વખત ટેન્ડર ઈસ્યુ કરતા કુલ ૪ એપ્લીકેશન આવી હતી પરંતુ યોગ્યતાના અભાવે આ ટેન્ડર પ્રક્રિયા પણ રદ કરવામાં આવી હતી અને તાજેતરમાં ત્રીજી વખત ટેન્ડર મંગાવવામાં આવ્યા હતા. તેમાં એક જ ટેન્ડર એપ્લીકેશન રજુ થયું હતું. ટેન્ડર રજુ કરનારી એજન્સીએ ખુબ જ વ્યાજબી ભાવની ઓફર કરી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.

સીવીસીની ગાઈડલાઈન મુજબ જો બીજા કે ત્રીજા પ્રયત્ને કોઈ કામ માટે એક જ ટેન્ડર એપ્લીકેશન આવે તો તેને કામ સોંપી શકાય છે પરંતુ મહાપાલિકાએ કોઈ ચોકકસ એજન્સીને આર્થિક લાભ અપાવવા માટે સ્માર્ટ સિટી ક્ધસલ્ટન્ટની નિમણુક માટે ચોથી વખત ટેન્ડર પ્રસિઘ્ધ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી તંદુરસ્ત સ્પર્ધા અને પારદર્શિતા આવશે તેવી વાતો મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાની ચોકકસ કરી રહ્યા છે પરંતુ સ્માર્ટ સિટી તરીકે પસંદગી થયાના મહિનાઓ બાદ પણ મહાપાલિકા ક્ધસલ્ટન્ટની નિમણુક ન કરી શકતા આગામી દિવસોમાં કરોડો રૂપિયાની ગ્રાન્ટથી તંત્રએ હાથ ધોઈ બેસવા પડે તેવી પણ દહેશત વર્તાય રહી છે. ત્રીજા પ્રયત્નએ ભલે એક જ પાર્ટીનું ટેન્ડર આવ્યું હોય પરંતુ અન્ય બે પ્રયત્નોની સરખામણીમાં તેના ભાવ ખુબ જ વ્યાજબી હતા અને તેની નિમણુક કરવામાં આવે તો કોર્પોરેશનને કરોડો રૂપિયાનો ફાયદો થાય તેમ હતું છતાં શા માટે આજે મ્યુનિ.કમિશનર દ્વારા સ્માર્ટ સિટી ક્ધસલ્ટન્ટની નિમણુક માટે ચોથી વખત ટેન્ડર પ્રસિઘ્ધ કરવામાં આવશે તેવો નિર્ણય લીધો તે વાત ગળે ઉતરે તેવી નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.