Abtak Media Google News

શરદ ઋતુનાં પ્રારંભે રાજકોટ શહેરમાં સિઝનલ રોગચાળો ફેલાય ફેલાય નહી તે માટે સૌ કોઈને સતર્ક કરતા રાજકોટ મહાનગરપાલિકાનાં કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ કેટલીક તકેદારી રાખવા જાહેર વિનંતી કરી છે અને, ખાસ કરીને શાળા અને આંગણવાડીઓના બાળકોનાં સ્વાસ્થ્યની ચિંતા સાથે તકેદારીના પગલાં લેવા આરોગ્ય શાખાને સતર્ક કરી દીધી છે.  કમિશનરશ્રીએ કહ્યું કે, આજી નવરાત્રિનાં પાવન પર્વ પર્વનો પ્રારંભ થઇ રહયો છે ત્યારે નાગરિકો સિઝનલ ફ્લુ બાબતે વિશેષ સતર્કતા દાખવે તે જરૂરી છે.

ગરબાના આયોજન સ્થળોએ મોટી સંખ્યામાં લોકો એકત્ર થતાં હોઈ ત્યાં તકેદારીના વિશેષ પગલાંઓ લેવાય તે જાહેર હિતમાં છે. જેમ કે, આ સ્થળોએ એકઠા તથા લોકો એકબીજા સાથે હાથ મિલાવીને અભિવાદન કરવાને બદલે “નમસ્કારની મુદ્રાી એકબીજાનું અભિવાદન કરે, વગેરે જેવી કાળજી રાખવી જરૂરી છે. ગરબાના આયોજકો દ્વારા ગરબાના સ્થળે સાઈનેજીસ (માર્ગદર્શક બોર્ડ) મુકવામાં આવે તેમજ અન્ય આવશ્યક પગલાંઓ લેવામાં આવે તેવો મહાનગરપાલિકા જાહેર અનુરોધ કરે છે.

તેમણે વધુમાં કહ્યું કે, શાળા કે આંગણવાડીઓમાં કોઈ કોઈ બાળકને તાવ, શરદી, ખાંસી કે ગળામાં દુખાવો થાય તો તેની સારવાર સુનિશ્ચિત કરવા તેમજ બાળક સ્વસ્થ થઈ જાય ત્યાં સુધી તેને શાળા કે આંગણવાડીએ નહી મોકલવા બાળકના માતા-પિતાને વિનંતી કરવામાં આવે છે. આવા કિસ્સાઓમાં નજીકના આરોગ્ય કેન્દ્રમાં બાળકની સારવારની સુવિધા અને વ્યવ્સ્થ્તા ઉપલબ્ધ છે તો તેનો લાભ લઇ શકાય છે.

કમિશનરે એમ પણ કહ્યું કે, આવા બાળક ધ્યાનમાં આવે મહાનગરપાલિકા દ્વારા બાળકના પરિવારજનોનું સઘન મોનીટરીંગ પણ કરવામાં આવશે. શાળા અને આંગણવાડીઓમાં તથા આસપાસના એરિયાની સફાઈ સ્વચ્છતા સુનિશ્ચિત કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.