Abtak Media Google News

મોટી સંખ્યામાં ઉમેદવારોને ધ્યાનમાં રાખી તેઓની સવલત માટે તા. ૨૫ના રોજ જુદા જુદા શહેરોમાં પરીક્ષાનુ વિશાળ સ્તરે આયોજન કરાયાની મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીની જાહેરાત

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જુનિયર કલાર્કની ભરતી માટે આગામી તા.૨૫-૩ના રોજ ઉમેદવારોની લેખિત પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવેલ છે. આ પરીક્ષાના આયોજનમાં સૌી ખાસ વાત એ છે કે, રાજકોટ મહાનગરપાલિકાના ઇતિહાસમાં ક્યારેય પણ જુનિયર કલાર્કની જગ્યા ભરવા માટેની પરીક્ષાનું એક કરતા વધુ શહેરોમાં આયોજન ની યું. કદાચ રાજ્યની અન્ય મહાનગરપાલિકા દ્વારા પણ આવું બન્યું નહી હોય.

મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ આ આયોજન વિશે વાત કરતા એમ જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જુનિયર ક્લાર્કની ૭૫ જગ્યાઓ ભરવા માટે કુલ ૪૭,૫૦૨ ઉમેદવારોએ નિયત ફી સો ઓનલાઈન અરજી કરેલી છે; જેમાં સૌરાષ્ટ્રના વિવિધ શહેરો અને ગામોના ૩૦,૩૮૭ ઉમેદવારો અમે સૌરાષ્ટ્ર સિવાય રાજ્યના અન્ય શહેરો અને ગામોના કુલ ૧૭,૧૧૫ ઉમેદવારોનો સમાવેશ ાય છે. આગામી તા. તા.૨૫-૩-૨૦૧૮ના રોજ સવારે ૧૧.૦૦ ી ૧૨.૦૦ વાગ્યા દરમ્યાન રાજકોટ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, જામનગર અને જુનાગઢ ખાતે પરીક્ષા લેવામાં આવનાર છે.

વધુમાં આ ભરતી માટેની લેખિત પરીક્ષાના સિલેબસની વિસ્તૃત વિગતો રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ www.rmc.gov.in પર દર્શાવવામાં આવેલ છે. જે તે શહેરમાં નિર્ધારિત કરાયેલા પરીક્ષા કેન્દ્ર ખાતે બ્લોક (પરીક્ષા ખંડ)માં સુપરવાઈઝર અને મદદનીશ મારફત પરીક્ષાની કામગીરીનું સંચાલન કરવામાં આવનાર છે. દરેક શહેરમાં પરીક્ષા કેન્દ્રોની કામગીરીનું નિયંત્રણ અને દેખરેખ રાજકોટ મહાનગરપાલિકાના વર્ગ  ૧ ના અધિકારી દ્વારા શે જ્યારે વર્ગ  ૨ ના અધિકારીઓ પરીક્ષા કેન્દ્રોમાં સુપરવિઝન કરશે.

આ પરીક્ષા માટેના કોલલેટર ડાઉનલોડ કરવા માટે ઉમેદવારોને તેઓએ ઓનલાઈન અરજીમાં દર્શાવેલ મોબાઈલ પર એસ.એમ.એસ. મારફત જાણ કરવામાં આવશે. ત્યારબાદ રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ www.rmc.gov.in પર પોતાનો અરજી નંબર, જન્મ તારીખ અને મોબાઈલ નંબરની વિગત પુરી પાડ્યેી ઉમેદવાર કોલલેટર ડાઉનલોડ કરી શકશે.

મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ ઉમેદવારો જોગ એક વાત કરતા કહ્યું કે, ઉમેદવારોએ તેઓને ફાળવવામાં આવતા પરીક્ષા કેન્દ્રમાં પરીક્ષાશરૂ વાના એક કલાક પહેલા રિપોર્ટિંગ કરવાનું રહેશે. ઉમેદવાર તેમના માન્ય ફોટો ઓળખ પત્ર જેવા કે, આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઈવિંગ લાઈસન્સ, ચૂંટણી કાર્ડ કે પાસપોર્ટ ( ઓરીજીનલ ) રજુ કરીને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ મેળવી શકશે. આ પરીક્ષામા નેગેટીવ માર્કિંગ ની. પરીક્ષા પેપર MCQ (મલ્ટી ચોઈસ કવેશ્ચન) અને OMR(ઓપ્ટીકલ માર્ક રીક્ગનીશન) મુજબ લેવામાં આવનાર છે.

 

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.