Abtak Media Google News

જાહેર સ્થળના નામો ટૂંક સમયમાં જાહેર કરાશે: મ્યુનિ.કમીશનર

કોરોના વાઇરસ સામે યુધ્ધના ધોરણે કામગીરી થઇ રહી છે.મહાપાલિકાએ શહેરીજનો માટે ઘર આંગણે સેવા મળે તેવી વ્યવસ્થા કરી છે. લોકોને સમાન્ય લક્ષણો જેવા કે શરદી, ઉધરસ, તાવ કે શ્વાસ લેવામાં તકલીફ પડે તો તુર્ત જ મનપાની સેવાનો લઇ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. શહેરના ૧૦ મુખ્ય જાહેર સ્થળોએ ટેસ્ટીંગ બુથ શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યા લોકોને વિનામુલ્યે એન્ટીજન ટેસ્ટ કરી આપવામાં આવશે. ખુબ ઝડપથી ટૂંક સમયમાં જ ૧૦ સ્થળોના નામની જાહેરાત કરવામાં આવશે, તેમ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલએ જણાવ્યું હતું.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, શહેરના ૧૦ મુખ્ય સ્થળોએ મહાનગરપાલિકા દ્વારા ટેસ્ટીંગ બુથ શરૂ કરવામાં આવશે. જ્યાંથી લોકોની અવર જવર થતી હોય અને લોકોને ટેસ્ટીંગ માટે સરળતાથી સ્થળ મળી શકે તેવા આશયથી ટેસ્ટીંગ બુથ શરૂ કરવામાં આવશે. વધુને વધુ લોકો પોતાનું ટેસ્ટીંગ કરાવે અને કોરોનાનું નિદાન કરાવી પોતાનું અને પોતાના પરિવારનું રક્ષણ કરે. કોરોનાની ચેઈન તોડવા માટે મનપાનું વધુ એક ઉમદા આયોજન કરવામાં આવ્યું છે.

પ્રાથમિક તબક્કામાં કોરોના સામે સારવાર મળી રહે તે માટે મહાપાલિકા દ્વારા વિનામુલ્યે ટેસ્ટીંગ કરી નિદાન કરવાનું આયોજન કરેલ છે. હાલ કોરોના સામે રક્ષણ મેળવવા માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવું અગત્યનું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.