Abtak Media Google News

૨૭મી સુધી અરજી ફોર્મનું વિતરણ: ૧લી જુલાઈ સુધીમાં ફોર્મ પહોંચાડવાના રહેશે 

મહાપાલિકા હસ્તકનાં અલગ-અલગ ટીપીનાં ખાલી પ્લોટ આગામી સાતમ-આઠમનાં મેળા માટે ભાડે આપવામાં આવશે. આ માટે એસ્ટેટ શાખા દ્વારા હાલ અરજી ફોર્મનું વિતરણ શરૂ કરી દેવામાં આવ્યું છે. ૧લી જુલાઈ સુધીમાં ફોર્મ ભરી પરત કરવાના રહેશે. આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ મહાપાલિકા દ્વારા શહેરનાં નાનામવા સર્કલનાં ખૂણે પેટ્રોલપંપની બાજુમાં આવેલો ૯૪૩૮ ચો.મી.નો પ્લોટ, સાધુ વાસવાણી રોડ પર રાજ પેલેસ સામેનો ૫૩૮૮ ચો.મી. પ્લોટ, આનંદનગર કોલોની પાસે રણછોડદાસજીબાપુ કોમ્યુનિટી હોલની પાસે આવેલો ૬૫૦૦ ચો.મી.નો ટીપી પ્લોટ તથા ૧૫૦ ફુટ રીંગ રોડ પર જેડ બ્લુની સામે અમીન માર્ગનાં કોર્નર પર આવેલો ૪૬૬૯ ચો.મી.નો પ્લોટ આગામી ૧૫ ઓગસ્ટથી ૧૩ સપ્ટેમ્બર સુધી વધુમાં વધુ ૩૦ દિવસ ભાડે આપવામાં આવશે. આ માટે આગામી ૨૭મી સુધી ફોર્મ વિતરણ કરવામાં આવશે. પ્રતિ ચોરસ મીટર પ્લોટનું ભાડુ  પ્રતિદિન રૂ.૫ નિયત કરવામાં આવ્યું છે. આ અપસેટ કિંમતથી વધુની ઓફર આપનાર વ્યકિતને પ્લોટ ભાડે આપવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.