કોરોનાના કોહરામથી ૪૦ કરોડ લોકોની રોજીરોટી છીનવાઈ જવાની દહેશત!

86

બીજા વિશ્વ યુધ્ધ બાદ કોરોનાના કારણે વિશ્વભરમાં સૌથી મોટી આર્થિક કટોકટી ઉભી થવાનો વિવિધ સંસ્થાઓનો દાવો

સમગ્ર વિશ્વમાં અત્યારે કોરોના વાયરસની મહામારી લોકડાઉન અને વ્યાપાર ઉદ્યોગ ઠપ્પ થઈ ગયા છે. આ પરિસ્થિતિ વચ્ચે વિશ્વની સૌથી મોટા લોકશાહી દેશ ભારતમા પણ ૪૦ કરોડની આબાદીને આ મંદી ગરીબી રેખાનીચે ઢસડી જાય તેવી સ્થિતિ ઉભી થવાનો રાષ્ટ્રીય મજદૂર સંઘે દાવો કર્યો છે.

ભારતમાં ૯૦% થી વધુની વસ્તી અર્થ વ્યવસ્થા સાથે સંકળાયેલી છે ત્યારે ૪૦ કરોડ જેટલા કામદારો સામે મંદીના પગલે વધુ ગરીબીનો સંકટ ઉભો થયો છે. અને વૈશ્ર્વિક ધોરણે કામદારોની ૬.૭% જેટલી કલાક બેકાર બની ગઈ છે. ૨૦૨૦ના બીજા ત્રિમાસીક સમયગાળા દરમિયાન ૧૯૫ મિલીયન ફુલટાઈમ કામદારોની રોજીરોટી છીનવાઈ ગઈ છે.

ભારત, નાઈઝીરીયા, બાઝીલમાં કામદારોની સંખ્યામોટા પાયે અર્થતંત્ર સાથે સંકળાયેલી છે. ઓકસફર્ડ યુનિ.કોવિડ-૧૯ના અહેવાલમાં શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારોમાં આ મંદીનો પ્રભાવ વધુ હોવાનું જણાવાયું છે. પ્રવાસન હોટલ ઉદ્યોગ, મહેમાનગતી વિમાન સેવા, રેસ્ટોરેન્ટ, ઉત્પાદન ક્ષેત્ર, મિડિયા અને મનોરંજન ઉદ્યોગને કોવિડ ૧૯ના લોકડાઉનના કારણે મરણતોલ ફટકો પડયો છે. આંતરરાષ્ટ્રીય મજૂર સંઘના અહેવાલમાં જણાવાયું છે કે સૌથી મોટી અસર અરબ જગતમાં થઈ છે. ત્યાં પાંચ મીલીયન યુરોમાં ૧૨ મીલીયન, એશટા અને પ્રશાંતમાં ૧૨.૫ મીલીયન ફુલ ટાઈમ કામદારો અસરગ્રસ્ત બન્યા છે.

આમ તો મંદીથી તમામ ક્ષેત્રની આવક ઘટી છે. પરંતુ ખાસ કરીને ઉચ્ચ મધ્યમ દેશોમાં ૧૦૦ મીલીયન કામદારોને આ મંદીની અસર થઈ છે. ફૂડ સર્વીસ ઉત્પાદન, છૂટક વેપાર ઉદ્યોગ અને પ્રસાશાનીક સેવાઓમાં ઘટાડો થયો છે. ૨૫ મીલીયન લોકો અન્યક્ષેત્રમાં અસરગ્રસ્ત બન્યા છે. આ અહેવાલમાં જણાવાયું છેકે કોરોનાની આ કટોકટી બીજા વિશ્વ યુધ્ધ પછીની સૌથી મોટી આર્થિક કટોકટી બની ગઈ છે. જેમાં ૯ બિલીયન કામદારોને અસર થઈ છે. કામદારો અને ધંધાર્થીઓ પોતાના ધંધાની સાથે સાથે આર્થિક મંદીના બેવડા મારનો સામનો કરી રહ્યા છે.

આઈએસઓના મહાનિર્દેશક ગાયરાયડરે જણાવ્યું હતુકે આપણે આ પરિસ્થિતિના નિવારણ માટે જલ્દીથી કાર્યરત થવું પડશે સમયસર અને યોગ્ય પગલાઓથી સારૂ પરિણામ મેળવી શકાય છે. અગમચેતી અને નુકશાન નિવારણ એ બે અલગ અલગ બાબત છે. નવા અભ્યાસમાં ૧૨૫ મિલિયન કામદારો પર મંદી અને વ્યવસાયીક નિષ્ફળતાનું સૌથી વધુ જોખમ ઉભુ થયું છે. કામદારોમાં પલાયનવૃત્તિ નોકરી ગુમાવવી પગાર અને કામની કલાકોમાં ઘટાડો, ઓછુ વળતરા ઓછી આવડત અને આવક ગુમાવવાની પરિસ્થિતિ દિવસે દિવસે બગડતી જાય છે.

અમેરિકામાં ૪૩%, આફ્રિકામાં ૨૬% ની વસ્તીને વર્તમાન પડકારજનક પરિસ્થિતિની અસર થઈ છે. જીવંત અર્થતંત્ર સાથે સંકળાયેલા વિશ્વના ૨ બીલીયન લોકો સામે આ મંદીનું જોખમ ઉભુ થયું છે. અત્યાર ૭૫ વર્ષના સમયગાળામાં વિશ્વના ઉદ્યોગપતિઓ અને સરકારોની કસોટીનો સમય સામે આવ્યો છે જો એક દેશ ભાંગશે તો આપણે બધા દેશો ભાંગી જશે જેથી આ સમસ્યા નિવારવા વિશ્વસમાજે પરસ્પરના સહકાર આપવો જોઈએ.

આજના સૌપણ પ્રયાસો આવતીકાલે મંદી નિવારવા માટે અને કરોડો લોકોના જીવન સમેટાતા બચાવી શકાશે. તેમણે જણાવ્યું હતુ કે સમયસરનાં સાવચેતીનાં પગલા, મર્યાદિત સંશોધનનો ઉપયોગ કરીને અર્થતંત્રને નવી રીતે બેઠુ કરવા માટે પ્રયાસોની ખાસ જરૂર છે. આંતરરાષ્ટ્રીય મજૂર મંડળના ગાયરાયડરે જણાવ્યું હતુ કે જે થઈ ગયું તે બદલાતું નથી અત્યારે મંદીથી વિશ્ર્વમાં જ બેકારી ઉભી થઈ છે. એનું નિવારણ આવશ્યક છે. ભારતમા જ ૪૦ કરોડ લોકોની પરિસ્થિતિ વધુ ગરીબ બની ગઈ છે.

Loading...