ફિલ્મની રિલીઝ પહેલાનો વિવાદ : મફતની પબ્લીસિટી

112

ફિલ્મને હિટ કરાવવા જાણી જોઈને કોન્ટ્રોવર્સી ઉભી કરવામાં આવે છે અને ફિલ્મ પ્રોડયુસર  એકતા કપૂર તેમાં માહિર છે

બોલિવૂડમાં બધા જાણે છે કે  ફિલ્મ રિલીઝ થવાની હોય તે પહેલા જાણી જોઈને વિવાદ કે કોન્ટ્રોવર્સી ઉભી કરવામાં આવે છે. આ મામલે ફિલ્મ પ્રોડયુસર એકતા કપૂર તેમાં માહિર છે. કેમ કે  તેનાથી ફિલ્મને મફતની પબ્લીસિટી મળે છે. હમણાં જ એકતાની ફિલ્મના  પ્રમોશન દરમિયાન કાંઈક આવું બન્યું.

એકતા કપૂર દ્વારા નિર્મિત  કંગના રનૌત તથા રાજકુમાર રાવની ફિલ્મ ’જજમેન્ટલ હૈં ક્યા’નું પહેલું ગીત ’ધ વખરા’ સોંગ હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યું હતું. આ સમય દરમિયાન કંગના મીડિયા સાથે વાત કરતી હતી. પ્રેસ કોન્ફરન્સમાં જસ્ટિન રાવ નામના પત્રકારે જ્યારે પોતાનું નામ કહ્યું તો એક્ટ્રેસ તેના પર ભડકી ગઈ હતી. કંગના અંદાજે સાડા છ મિનિટ સુધી જસ્ટિન સાથે ઝઘડી હતી. કંગનાએ કહ્યું હતું, ’જસ્ટિન તુ તો મારો દુશ્મન બની ગયો છે. ઘણી જ ખરાબ વાત લખે છે. કેટલી ગંદી ગંદી વાતો લખે છે. આટલું ગંદું કેવી રીતે વિચારી શકે છે.’

જ્યારે પત્રકારે વચ્ચે એક્ટ્રેસને રોકીને કહ્યું હતું કે તેની પર આ પ્રકારનો આરોપ લગાવવો યોગ્ય નથી તો કંગનાએ સામે કહ્યું હતું કે તો તારા માટે આવું કરવું યોગ્ય છે? કંગનાએ આગળ કહ્યું હતું, ’તું મારી ફિલ્મ ’મણિકર્ણિકા’ને લઈ ખરાબ બોલી રહ્યાં હતાં. મેં ફિલ્મ બનાવીને ભૂલ કરી છે? રાષ્ટ્રવાદ પર ફિલ્મ બનાવી તો તમે મને કટ્ટર રાષ્ટ્રવાદી મહિલા ગણાવી દીધી હતી.’પત્રકારે કહ્યું હતું, ’મેં ’મણિકર્ણિકા’ને લઈ કોઈ ટ્વીટ કરી નથી. જેના પર કંગનાએ કહ્યું હતું, ’હું તને મોકલીશ.’ જવાબમાં પત્રકારે કહ્યું હતું, ’કંગના આ યોગ્ય રીતે નથી. તમે પાવરમાં હોવાને કારણે પત્રકારને ડરાવી શકો નહીં. જેની સ્પષ્ટતા કરતા કંગનાએ કહ્યું હતું, ’હું કોઈને ડરાવી રહી નથી. જેવી રીતે અહીંયા બધા એકબીજા સાથે વાત કરે છે, તેવી જ રીતે હું તારી સાથે વાત કરી રહું છું.’

કંગના રનૌત તથા રીતિક રોશન વચ્ચેનો વિવાદ અટકવાનું નામ લેતો નથી. રીતિક રોશન હાલમાં ફિલ્મ ’સુપર થર્ટી ’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. પ્રમોશન દરમિયાન રીતિકે કંગનાનું નામ લીધા વગર તેને લઈને  વાત કરી હતી. જેના પર કંગનાની બહેન રંગોલી ચંદેલ ભડકી ગઈ હતી. રંગોલીએ ટ્વિટર પર ટ્વીટ કરી હતી, ’આ જુઓ, અંકલજી ફરીથી શરૂ થઈ ગયા. અરે ચલ ભાઈ આગળ વધ..થોડાં થોડાં દિવસ બાદ  અપમાનના ડોઝની લત લાગી ગઈ છે કદાચ. મારી પાસે તારા માટે કોઈ ડોઝ નથી. ચલ ફૂટ અહીંયાથી…’

Loading...