કોરોનાના દર્દીઓ માટે વરદાનરૂપ શહેરની ચૌધરી હાઇસ્કૂલનો કંટ્રોલ રૂમ

દર્દીઓને જીવન જરૂરિયાતની વસ્તુ પહોંચાડવા હેલ્પલાઇન કાર્યરત

કોરોના વાયરસથી સંક્રમિત તમારા  સ્નેહીજન, પરિવારના સભ્ય કે અન્ય કોઈ સગા સંબંધી ખબરઅંતર પૂછવા કે જીવન જરૂરિયાત વસ્તુઓ પહોંચાડવી હોય, દર્દી કે તેમની સારવારમાં રોકાયેલા ડોક્ટર, આરોગ્ય કર્મી સાથે વર્ચ્યુઅલ મુલાકાત કરવી હોય કે, કોરોના વાયરસ સંલગ્ન કોઈપણ બાબતની જાણકારી-માર્ગદર્શન મેળવવું હોય તો,જરા પણ મુંઝાવાની જરૂર નથી.

આ બધી સગવડ અને સેવાઓ સરળતાથી મેળવવાનું એક માત્ર સરનામું છે શહેરની ચૌધરી હાઇસ્કુલ ખાતે કાર્યરત કરાયેલ કંટ્રોલ રૂમ.

કોરોના સંક્રમિત દર્દીઓના સગા અને પરિજનો માટે ઉપરોકત તમામ સેવાઓ આપવારાજકોટ જિલ્લા પ્રશાસન દ્વારા આ વિશેષ કંટ્રોલરૂમ કાર્યરત કરાયો છે. કંટ્રોલ રૂમ ખાતે સેવારત અધિક કલેકટર  એ.વી.વાઢેર કહે કે, આ કંટ્રોલ રૂમ કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓ અને તેમના સગા સંબંધીને જોડવાનુંમાધ્યમ બન્યો છે.

આ માટે પૂરતો સ્ટાફ અને સાધન-સગવડતા ઉપલબ્ધ છે. કંટ્રોલ રૂમના ઇન્ચાર્જ  માનસી પિરૈયાના જણાવ્યા અનુસાર પાર્સલ સેવા પણ શરૂ કરવામાં આવેલ છે. દર્દીઓને કપડા, ફ્રુટ, મેડિસિન વગેરે  વ્યવસ્થિત રીતે પહોંચાડવા માટે સવારે ૧૦ થી ૧૨ અને સાંજે ૪ થી ૬ દરમિયાન આ તમામ વસ્તુ-સામાન કલેક્શન સેન્ટર ખાતે જમા કરાવી શકે છે.

Loading...