Abtak Media Google News

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર વર્ચ્યુુઅલી ગીફટ ઓફ લાઈન પ્રસંગમાં હાજરી આપી હતી જેમાં ૧૦૦૦ બાળકો કે જેઓની નિ:શુલ્ક હાર્ડ સર્જરી શ્રી સત્યસાંઈ સંજીવની હોસ્પિટલ દ્વારા કરવામાં આવી હતી તેના પ્રસંગે સચિને જણાવ્યું હતું કે, તેમના જીવનમાં સૌથી મહત્વનો અને તેની સારસંભાળ લેનાર કોઈ વ્યકિત હોય તો તે તેમના પિતા છે ત્યારબાદ ક્રિકેટ વ્યવસાયમાં તેમની કારકિર્દીને સફળ બનાવવા માટે તેને ગાવસ્કર અને રીચર્ડસનું નામ જણાવ્યું હતું.

સુનિલ ગાવસ્કર ક્રિકેટ ઈતિહાસમાં સૌથી પ્રચલિત અને જાણીતું નામ છે જેની બેટીંગ સ્ટાઈલ ક્રિકેટના નિયમોને આધીન એટલે કે કોપી બુક હોવાના કારણે તે કોઈ નવીનતમ કે ઈનોવેટીવ શોર્ટ કોઈ દિવસ રમ્યો ન હતો. કયાં બોલમાં કયાં પ્રકારનો શોર્ટ લગાવવો કે જે ક્રિકેટ ઈતિહાસમાં સામેલ હોય તે પ્રકારની રમત રમવા ગાવસ્કર ટેવાયેલા હતા જેનો પ્રતિભાવ સચિન ઉપર પણ જોવા મળ્યો હતો તો બીજી તરફ વિવયન રીચર્ડસની વાત કરવામાં આવે તો તે સમયમાં પણ તેઓ હાર્ડ હીટર બેટસમેન તરીકે પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી હતી. સમયથી આગળ કેવી રીતે રમવું તે રીચર્ડસે ક્રિકેટને શીખવાડીયું હતું. હાલ જે આઈપીએલમાં રનોની જે વર્ષા અને જે ફાસ્ટ રમત જોવા મળી રહી છે તેનો પુરો શ્રેય વિવિયન રીચર્ડસના શીરે જાય છે. કોઈપણ જગ્યાએ પડેલો બોલ કોઈપણ સ્થાન સુધી પહોંચાડવા રીસર્ડસ સૌથી સફળ બેટસમેન સાબિત થયા હતા. જે અંગે કોઈ દિવસ ગાવસ્કરે વિચાર પણ કર્યો ન હતો.

સચિન તેંડુલકરના ક્રિકેટ કેરીયરમાં રીચર્ડસ અને ગાવસ્કરનું મહત્વ અનેરું રહ્યું છે. કોપી બુક સ્ટાઈલની સાથો સાથ સચિન ફાસ્ટ ક્રિકેટ રમવામાં પણ ઉનેહ ધરાવતા હતા. એક સમયે સચિન ટેસ્ટ વિકેટમાં મીડલ ઓર્ડર ઉપર બેટીંગ કરતા નજરે પડતા હતા જે બાદ તેઓ અનેકવિધ વખત ઓપનીંગમાં પણ તેઓએ બેટીંગ કરી છે અને ખુબ જ સફળતા પ્રાપ્ત થઈ છે. કહી શકાય કે ગાવસ્કર પાસેથી સચિને ટેકનિક તો વિવિયન રીચર્ડસ પાસેથી આક્રમક બેટીંગ કેવી રીતે કરવી તે શીખયું છે જેનો શ્રેય સચિને તેના જાહેર ફંકશનમાં પણ લોકોને જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.