Abtak Media Google News

કલા પારખું કલેકટરે શહેરીજનોને આપેલી ભેટ કલા સ્ટેશનનું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કર્યું લોકાર્પણ: મુખ્યમંત્રીએ જિલ્લા વહીવટી તંત્રની પીઠ થાબડી

લોકાર્પણ પ્રસંગે સોરઠી ડાયરીઝનું અદ્વિતિય નાટક ભજવાયું: ઓસમાણમીરે ઝવેરચંદ મેઘાણી, કીર્તિદાન ગઢવીએ હેમુ ગઢવી, સાઈરામ દવેએ હમીરસિંહ અને શર્મન જોષીએ નરસિંહ મહેતાના પાત્રમાં કલાના કામણ પાથર્યા

રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટની કલેકટર કચેરી ખાતે નિર્માણ યેલા કલા સ્ટેશનનું લોકાર્પણ કર્યુ હતું. રાજકોટના તત્કાલિન કલાપારખુ કલેકટર ડો. રાહુલ ગુપ્તાએ સ્વાન્ત: સુખાય પ્રોજેકટ હેઠળ રાજય સરકારના સહયોગી કલેકટર કચેરીના પ્રાંગણમાં જ સંપૂર્ણ સુવિધાયુકત કલા સ્ટેશન નામના ઓપન એર થીયેટરનું નિર્માણ કરવાના ઓરતા સેવ્યા હતા, જે આજે સાકાર થયા હતા.

Open Air Thietar Kala Station 2

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આ પ્રસંગે ઉ૫સ્તિ રાજકોટના  કલારસિક  પ્રેક્ષકોને સંબોધતાં જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રના ઇતિહાસની જાળવણીનો આ એક સર્વોત્તમ પ્રયાસ છે, જેને તમામ કલાકારોએે પોતાની ઉત્તમ કલાી નિખાર્યો છે. પોતાને સોંપાયેલા કામી કંઇક અનોખું કરવાના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીના સંકલ્પી પ્રેરાઇને રાજકોટના તત્કાલીન કલેકટર ડો. રાહુલ ગુપ્તાએ સેવેલા કલા સ્ટેશનના સ્વપ્નને આજે સાકાર સ્વરૂપ મળ્યું છે, તે જોવા માટે રાજકોટવાસીઓ નસીબદાર છે. કલેકટરનો આ પ્રયાસ રાજકોટની જનતા માટે નવા ઉત્સાહ અને જોશનું ઉદગમસન બનશે, તેવો વિશ્વાસ પણ આ તકે મુખ્યમંત્રી રૂપાણીએ વ્યક્ત કર્યો હતો, અને સમગ્ર આયોજન બદલ જિલ્લા વહીવટીતંત્રની પીઠ ાબડી હતી. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ તમામ કલાકારોનું સ્મૃતિચિહ્ન એનાયત કરી સન્માન કર્યું હતું.

Img 8890

આ પ્રસંગે સોરઠી ડાયરીઝ નામના અદભૂત નાટય શોનું આયોજન કરાયુ હતું, જેમાં ઝવેરચંદ મેઘાણીના પાત્રમાં જાણીતા લોકગાયક ઓસમાણ મીર, કવિ રમેશ પારેખના પાત્રમાં જાણિતા યુવા કવિ અંકિત ત્રિવેદી, ચારણ ક્ધયાના પાત્રમાં આર.જે.દેવકી, રાજા ભગવતસિંહજીના પાત્રમાં જાણીતા કટાર લેખક જય વસાવડા, હેમુ ગઢવીના પાત્રમાં કીર્તિદાન ગઢવી, હમીરસિંહ તરીકે સાંઇરામ દવે, મહાત્મા ગાંધી તરીકે વીરલ રાચ્છ તા ગુજરાતના આદિ કવિ નરસિંહ મહેતાના પાત્રમાં જાણીતા કલાકાર શર્મન જોષીએ કલાનાં અદભૂત કામણ પાર્યા હતા.

Img 8912

વરસાદી વાતાવરણને અનુલક્ષીને પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતે યોજાયેલા આ કાર્યક્રમનું મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ દિપપ્રાગટય કરી ઉદઘાટન કર્યુ હતું. જિલ્લા વહીવટી તંત્ર તરફી વર્તમાન કલેકટર સુ રેમ્યા મોહન તથા પૂર્વ કલેકટર ડો. રાહુલ ગુપ્તા સહિતના અધિકારીગણે મુખ્યમંત્રીને પુષ્પગુચ્છ તા સ્મૃતિચિહ્નન આપી અભિવાદન કર્યુ હતું.

આ કાર્યક્રમમાં સંસદસભ્ય મોહનભાઇ કુંડારિયા, ધારાસભ્યો સર્વ ગોવિંદભાઇ પટેલ, લાખાભાઇ સાગઠિયા તા અરવિંદભાઇ રૈયાણી, મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના અધ્યક્ષ  ધનસુખભાઇ ભંડેરી, શહેર ભાજપ અધ્યક્ષ  કમલેશ મિરાણી, અગ્રણી નીતિનભાઇ ભારદ્વાજ, મતી અંજલિબેન રૂપાણી, ભાજપ પ્રવકતા  રાજુભાઇ ધૃવ, ડે મેયર અશ્વિન મોલિયા, પોલિસ કમિશ્નર મનોજ અગ્રવાલ, પૂર્વ કમિ. બંછાનિધિ પાની, નિવાસી અધિક કલેક્ટર પરિમલ પંડ્યા, ડે કમિ. ચેતન નંદાણી તા ચેતન ગણાત્રા, તા મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્તિ રહ્યા હતા.

કલા સ્ટેશન થકી ઉભરતા કલાકારોને એક માઘ્યમ મળશે: ડો. રાહુલ ગુપ્તા

ડો. રાહુલ ગુપ્તા એ આ તકે જણાવ્યું હતું કે રાજકોટ જીલ્લા કલેકટર કચેરી દ્વારા નિર્મિત કલા સ્ટેશન એટલે કે રંગમંચનું રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ઉદધાટન કરાયું હતું. આ વેળાએ જુદા જુદા નવ કલાકારો તેમજ કો. સ્ટોર્સ  ‘સોરઠી ડાયરીઝ’નામની કૃતિ રજુ કરી છે. આ રંગ મંચ કલાકારોને તેમની કલા રજુ કરવાનું એક સ્ટેશન બની રહેશે. તેમણે કહ્યું હતું કે હું આશા રાખું છું કે, જે ઉદ્દેશ્યથી કલા સ્ટેશનનું નિર્માણ કરાયું છે તેને જાળવવામાં આવશે. ભવિષ્યમાં ઉભરતા કલાકારોને એક માઘ્યમ મળશે સાથે સાથ રાજકોટ કલા અને સંસ્કૃતિનું હબ બને તેમાં કલા સ્ટેશન એક મહત્વપૂર્ણ પાસુ બનશે. તેમણે રાજકોટવાસીઓને અપીલ કરી હતી કે, રાજકોટવાસીઓ કલા સ્ટેશન પ્રત્યે પ્રેમ વરસાવતા રહે તેમજ તેના નિર્માણના ઉદ્દેશ્યને સાર્થક કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.