Abtak Media Google News

બાંદ્રાથી ઓખા આવતી ટ્રેનમાંથી બિયરના ૨૨૮૩ ટીન પકડાયા

મુંબઈ-બાંદ્રા સ્ટેશનથી ઓખા ખાતે આવેલ ગુડઝ ટ્રેનમાં મેડિકલ સામગ્રીનાં નામે બુક કરાયેલ ૪૮ પાર્સલ અંગે રેલવે પોલીસના કર્મચારીને શંકા જતા તપાસ કરતા તેમાંથી બિયરના ૨૨૮૩ નંગ ટીન નીકળ્યા હતા. આ પાર્સલના જથ્થાની ડિલેવરી લેવા આવેલ પોરબંદરના એક શખ્સની ઓખા રેલવે પોલીસે ધરપકડ કરી હતી જયારે ઉલટ તપાસમાં બે શખ્સોના નામો બહાર આવ્યા છે અને રૂા.૬,૩૦,૦૦૦નો મુદામાલ જપ્ત કરાયો છે. રેલવે ડીઆઈજી ગૌતમ પરમાર, પોલીસ અધિક્ષક ભાવના પટેલની સુચનાથી વિભાગીય પોલીસ અધિકારી પી.પી.પોરોજીયાના માર્ગદર્શન હેઠળ રેલવે પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈ ભુવાને ૪૮ બોકસ અંગે શંકા થતા જામનગર ઈન્ચાર્જ પીએસઆઈ પી.પી.જાડેજાને જાણ કરી વોચ ગોઠવી પોરબંદરના શખ્સને બોલેરો જીપ સાથે ઝડપ્યો હતો અને ૨૨૮૩ નંગ બિયર હેવર્ડઝ ૨૦૦૦ કાું.ના મહારાષ્ટ્રની બનાવટનાં, બે મોબાઈલ અને બોલેરો જીપ મળી કુલ રૂા.૬,૩૦,૮૦૦નો મુદામાલ પણ જપ્ત કરી લીધો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.