Abtak Media Google News

એકડા બગડાની રમતથી બચીને બંને બેઠકો હસ્તગત કરવા ભાજપ ચાલ રમી રહ્યાનો કોંગ્રેસનો આક્ષેપ: કોંગ્રેસ અહેમદ પટેલ વાળી કરવાના મૂડમાં

કોંગ્રેસ દ્વારા સુપ્રિમ કોર્ટમાં રાજયસભાની બંને બેઠકોની ચૂંટણી એક સાથે યોજવાના મુદે કોંગ્રેસ સુપ્રીમ કોર્ટમાં પહોચી છે. ભાજપના નેતા અમિત શાહ અને સ્મૃતિ ઈરાનીએ લોકસભાની ચૂંટણી જીત્યા બાદ ખાલી પડેલી આ જગ્યા માટે ચૂંટણી પંચે બંને બેઠકો માટે અલગ અલગ કાર્યક્રમ જાહેર કર્યો છે. તેની સામે કોંગ્રેસ વાંધો ઉઠાવ્યો છે. ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા પરેશભાઈ ધાનાણીએ 15મી જૂનના ચૂંટણી પંચના જાહેરનામા સામે પ્રશ્ર્ન ઉઠાવ્યો છે આ જાહેરનામાંમાં રાજય સભાની બંને બેઠકોની ચૂંટણી અલગ અલગ યોજવાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. કોંગ્રેસે આનો વિરોધ કર્યો છે.

આમાં એક બેઠકથી કોંગ્રેસનો સંખ્યાબળ મજબુત બનશે અત્યારે ગુજરાત વિધાનસભાના 182 ધારાસભ્યોમાં ભાજપ પાસે 100 અને કોંગ્રેસ પાસે 71 સભ્યોનું સંખ્યાબળ છે. જો અલગ અલગ ચૂંટણી કરવામાં આવે તો બંને બેઠકો ભાજપને ફાળે જાય આ સામે કોંગ્રેસે ધારાશાસ્ત્રી વરૂણ ચોપડા મારત સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને બંને બેઠકોની અલગ અલગ ચૂંટણી કરવાની જનપ્રતિનિધિ ધારાના ભંગ થતા હોવાની અપીલ કરવામાં આવી છે. આધારામાં રહેલી જોગવાઈઓનું ઉલ્લંઘન થતુ હોવાનું જાહેર થયું છે.

અમિતશાહ અને સ્મૃત ઈરાની બંને ગુજરાતમાંથી 8 ઓગષ્ટ 2017ના રોજ રાજયસભામાં ચૂંટાયા હતા. હવે શાહ ગાંધીનગર અને સ્મૃતિ ઈરાની યુપીના અમેઠીમાંથી ચૂંટાયા છે. ત્યારે ખાલી પડેલી બેઠકો માટે ચૂંટરી આવી છે. ત્યારે બંને બેઠકો પર અલગ અલગ ચૂંટણી કરવાની કવાયત માટે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે.ભાજપના અત્યારે કેન્દ્રમાં સત્તા ચલાવી રહી છે. ત્યારે રાજયસભાની આ બંને બેઠકો પોતાના હસ્તગત કરવા માટે તે ખોટા રસ્તે આગળ વધી રહી છે. પરેશ ધાનાણીએ સુપ્રિમ કોર્ટમાં માંગ કરી છે કે બંને બેઠકોની અલગ અલગ ચૂંટણી માટેનું જાહેરનામું રદ કરી બંને બેઠકોની ચૂંટણી એક સાથે યોજવાનો હુકમ કરવો જોઈએ કોંગ્રેસની આ અરજી આજે વેકેશન બેંચ સમક્ષ સુનાવણી માટે હાથ ઉપર લેવાશે.

રાજય સભાની બે બેઠકોની ચૂંટણી એક સાથે થાય તો મતોનું વિભાજન થશય અને જો અલગ અલગ થાય તો તેનો સીધો લાભ ભાજપને થાય તે મુદે કોંગ્રેસ રાજયસભાની બંને બેઠકોની ચૂંટણી એક સાથે કરવાની માંગ કરી છે.

ગુજરાતમાં અગાઉ પણ કોંગ્રેસના નેતા અહેમદભાઈ પટેલની ચૂંટણીને લઈ મામલો અત્યારે પણ અદાલતમાં પેન્ડીંગ છે. ત્યારે ગુજરાત રાજયસભાની બેઠકોનો મુદો વધુ એકવાર અદાલત સુધી પહોચ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.