Abtak Media Google News

કોરોના સંક્રમિત થતા ચેન્નઈ હોસ્પિટલમાં દાખલ કરાયા: ECMO સહિતના ઉપકરણોથી સારવાર ચાલુ

પાર્શ્વગાયક એસ.પી. બાલા સુબ્રમણ્યમની ચેન્નઈની હોસ્પિટલમાં કોવિડ ૧૯ની ગંભીર સ્થિતિમાં સારવાર ચાલી રહી હોવાનું ચેન્નઈ હોસ્પિટલના હેલ્થબુલેટીમાં ગુરૂવારે મોડીસાંજે બતાવાયું હતુ તેમની હાલત અતિ ગંભીર અને લાઈફ સ્પોટ સિસ્ટમ પર રાખી હોવાનું નાયબ મહાનિર્દેશક ડો. અનુરાધા ભાસ્કરે જણાવ્યું હતુ તેમને લાઈફ સ્પોટીંગ ઉપકરણોને સહારે રાખવામાં આવ્યા છે.

એસ.પી. બાલા સુબ્રમણ્યમને ૫મી ઓગષ્ટે કોવિડ ૧૯ના પ્રારંભીક હળવા લક્ષણો સાથે દાખલ કરવામાં આવ્યા હતા આજ દિવસે બાલાસુબ્રમણ્યમે સોશ્યલ મિડિયા પર વિડિયો મૂકીને પોતે સ્વસ્થ હોવાનું અને કોઈપણ જાતનાં અવરોધ વગર પોતે સારી રીતે આરામ કરી શકે તે માટે દવાખાનામાં દાખલ થયા હોવાનું પસંદ કર્યું હતુ. ૧૩મી ઓગષ્ટે અચાનક ઓકિસજનનું પ્રમાણ ઘટવા લાગતા તેમને આઈસીયુમાં દાખલ કરી લાઈફ સપોટીંગ સિસ્ટમ ઉપર લેવાયા હતા. તેમને ડો. વિશાબાનાઝેગમ એ પાર્શ્વગાયકને પ્લાઝમાં થેરેપી અને રેકોડેસીવિર સ્ટેરોઈડ લોહીના ગઠ્ઠાઓ દૂર કરવા અપાઈ રહ્યા છે. તેમને ફિઝીયો થેરેપી અને ઓકિસજનનું પ્રમાણ સુધરે તેવી સારવાર અપાઈ રહી છે. ૧૮ મી ઓગષ્ટ તેમની હાઈ સ્ટેરાઈલયુનીટમાં દવાખાનાના છઠ્ઠા માળે ખસેડવામાં આવ્યા હતા જયાં તેમને વેન્ટીલેટર પર લઈ લેવામાં આવ્યા હતા. તેમની સ્થિતિ નિયંત્રણમાં રાખવા માટે અમેરિકા અને ઈગ્લેન્ડના તબીબોનું સતત કાઉન્સેલીંગ લેવાઈ રહ્યું છે. તેમની હાલત ગંભીર પરંતુ સ્થિર બતાવાઈ રહી છે.તેમના પુત્ર એસ.પી. ચરણએ વિડિયો મેસેજ જારી કરીને પિતાના આરોગ્યની પરિસ્થિતિ જણાવી આશા વ્યકત કરી હતી કે તેમના પિતા આ વાયરસ ઈન્ફેકશનમાંથી જલ્દી સાજા થઈ જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.