Abtak Media Google News

ભારતની રાજધાની દિલ્હી બધા ક્ષેત્રોમાં ખુબ જ પ્રસિદ્ધ છે એમ પ્રદૂષણમાં પણ આજે દેશમાં પ્રથમ સ્થાન મેળવી લીધું છે. આપણે જાણીએ છીએ કે પ્રદૂષણ લોકો ને કેટલું ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. પ્રદૂષણથી લોકોને ભવિષ્યમાં મોટી બીમારીઓ થવાની શક્યતા વધી જાય છે. પ્રદૂષણની અસર બાળકોના સ્વાસ્થ્ય પર થાય છે.

દિલ્હીમાં પ્રદૂષણની સમસ્યા ખૂબ જ વધી રહી છે. સરકાર અને પ્રશાસન દ્વારા લગાતાર પ્રદૂષણ રોકવાના ઉપાયો હાથ ધરવામાં આવ્યા છે પરંતુ દિલ્હી એનસીઆર ના હવામાનમાં કોઈ પણ સુધાર જોવા મળતો નથી. દિલ્હી એનસીઆરની જાણકારી મુજબ પ્રદૂષણની ઝેરી હવા લોકોને નુકસાન પહોંચાડી શકે છે. પ્રદૂષણથી લોકોના આરોગ્ય પર કેવી અસર પડે છે તેનાથી આપણે વાકેફ છીએ. દિલ્હીમાં મંગળવાર 10 નવેમ્બરના રોજ હવાની ગુણવત્તા વધુ ખરાબ થઈ હતી.

કેન્દ્રીય નિરીક્ષણ બોર્ડના સર્વે અનુસાર દિલ્હીના કેટલા ક્ષેત્ર હવાની ગુણવત્તાની દ્રષ્ટિ એ બધાથી નિમ્ન શ્રેણીમાં આવે છે. પ્રદુષણના કારણે દિવસમાં પણ લોકોને આંખની સામે ઝાકળ હોય તેવી અનુભૂતિ થાય છે. પ્રદુષણના કારણે ભારતની રાજધાની ડાર્ક ઝોન બનવા લાગી છે. દિલ્હી સરકારે પ્રદૂષણને રોકવા માટે ઘણા બધા નિયમો હાથ ધર્યા છે પરંતુ તે પ્રદૂષણને કાબૂમાં આવે તેમ નથી.

આજે સવારે કેન્દ્રીય નિયંત્રણ બોર્ડના સર્વે અનુસાર આનંદવિહાર અને નજફાગઢમાં એક્યુઆઈ ( એયર કવોલિટી ઈન્ડેક્સ ) ૪૦૨ અને ૪૦૩ 14 તથા મંદિર માર્ગ અને બિહાર માં એક્યુઆઈ 364 અને 397 નોંધાયો છે.

દિલ્હી નું પ્રદુષણ દિલ્હીના લોકોની સાથે તેની આજુબાજુના વિસ્તારોને પણ ગંભીર નુકસાન પહોંચાડી શકે છે રાજધાની દિલ્હીમાં વાયુનો ગુણવત્તા સૂચક આંક 497 આવ્યો છે જે દિલ્હી માટે એક ભયંકર સંકટનું સૂચન કરે છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.