Abtak Media Google News

દેશ બદલ રહા હૈ…

વિશ્વાસનિયતા સંપાદન કરી દેશ-વિદેશી કંપનીઓને ભારતમાં લાવવા પ્રયત્નશીલ

કોઈપણ દેશ ત્યારે જ આગળ વધી શકે જયારે વિશ્ર્વસનીયતાનું સંપાદન કરવામાં આવે. વિદેશી કંપનીઓ જે દેશમાં રોકાણ કરવા માંગતી હોય તો તે પહેલા તે દેશનાં નીતિ-નિયમો લેબર કાયદા, ડિજિટલાઈઝેશન સહિત તમામ મુદ્દાઓને ધ્યાને લેતુ હોય છે. હાલનાં સમયમાં ભારત આર્થિક મહાસત્તા તરફ હરણફાળ ભરી રહ્યું છે ત્યારે દેશ કંપની કાયદામાં ધરખમ ફેરફારો કરે તેવું પણ માનવામાં આવે છે. દેશે આગળ આવવા પહેલા વિદેશી કંપનીઓમાં વિશ્ર્વાસનું સંપાદન કરવું એટલું જ જરૂરી બનશે જે હેતુસર હાલ દેશ પ્રયત્નશીલ છે. ભારત દેશ વિશે જો વાત કરવામાં આવે તો સૌથી મહત્વપૂર્ણ વાત વિશ્ર્વસનીયતાની છે તેની સાથો સાથ જવાબદારી, કામ કરવા એકયુલેસી, ટ્રાન્સફરન્સી હોવી અત્યંત જરૂરી છે. જો આ કાર્ય કરવામાં દેશ સફળ નિવડે તો મહતમ વિદેશી કંપનીઓ ભારતમાં રોકાણ કરી શકશે અને દેશ આર્થિક મહાસત્તા તરફ આગળ વધશે. દેશમાં જો વિશ્ર્વસનીયતા નહીં કેળવાય તો તેની સીધી જ અસર રીઝલ્ટ ઉપર આવી શકે છે. આ તમામ મુદાઓને ધ્યાને લઈ દેશ લેબર લો સહિત અનેકવિધ કાયદાઓમાં ફેરબદલ કરશે.

આર્થિક મહાસત્તા બનવા તરફનાં પ્રયાણમાં દેશની કંપનીઓની જવાબદારી અત્યંત વધી જતી હોય છે ત્યારે દરેક કંપની સીએસઆર એટલે કે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સીબીલીટી કાયદાને અમલી બનાવતું હોય છે. કંપની એટલે માત્ર નફો કરવો જ નહીં પરંતુ સોસાયટી પ્રત્યેની તેમની સામાજીક જવાબદારીનું પણ પ્રતિબિંબ માનવામાં આવે છે ત્યારે સરકાર દ્વારા કંપનીઓને સીએસઆરનો ૨ ટકાનો નફો સોસાયટીનાં ઉત્થાન માટે કરવામાં આવે તે માટે આગામી ૩ વર્ષ સુધી આ મુદ્દાને ધ્યાને લેવો ફરજીયાત બનાવ્યો છે.

કેન્દ્ર સરકારે કોરોનાની કટોકટીમાં દેશનાં ઉત્થાન માટે ૨૦ લાખ કરોડ રૂપિયાનાં પેકેજની જાહેરાત કરી છે ત્યારે ઉધોગોને શકિતશાળી બનાવવા આ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. પ્રશ્ન એ ઉદભવિત થાય છે કે, કોરોના પછીની દેશીની સ્થિતિ કેવી હશે, કેવી રીતે વિદેશી કંપનીઓને પ્રોત્સાહિત કરવામાં આવશે આ તમામ પ્રશ્નોનાં જવાબ હાલ ભારતીય કંપનીઓ જંખી રહી છે. કહેવાય છે કે, કોઈ એક નીતિ લોકોના જીવન વ્યવહાર બદલાવી નાખે છે. દેશનું ઉત્થાન ત્યારે જ શકય બનશે જયારે વિદેશી કંપનીઓ ભારતમાં આવી રોકાણ કરશે. આ પગલું ભરતાની સાથે જ દેશ પૂર્ણત: આગળ વધે તેવું પણ જોવામાં આવી રહ્યું છે અન્ય દેશોની સરખામણીમાં ભારત દેશ વિશેષરૂપથી અને વિદેશ ઝડપથી આર્થિક મહાસત્તા બનવા તરફની હરણફાળ ભરી રહ્યું છે જેથી હવે આગામી દિવસોમાં દેશ કંપની કાયદામાં ધરખમ ફેરફારો કરશે તો નવાઈ નહીં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.