Abtak Media Google News

વી.વી.પી. કોલેજ ખાતે ઇસરો પ્રદર્શન અને સાયન્સ કાર્નિવલનો પ્રારંભ

સૌરાષ્ટ્ર યુનિ. ના કુલપતિ, આર.એસ.એસ. ના સંઘ ચાલક સહિતના મહાનુભાવોની ઉ૫સ્થિતિ

રાજકોટની વીવીપી એન્જીનીયરીંગ કોલેજ ખાતે ઇસરો પ્રદર્શન અને સાયન્સ કાર્નિવલનો આજે શુભારંભ થયો હતો.

જેમાં જી.ટી.યુ.ના કુલપતિ ડો. નવીનભાઇ શેઠ, સૌરાષ્ટ્ર યુનિ. ના કુલપતિ ડો. નીતીનભાઇ પેથાણી, અગ્રણી ઉઘોગપતિ અને રાષ્ટ્રીય સ્વયસેવક સંઘના સૌરાષ્ટ્ર પ્રાંતના સંઘ ચાલક, મુકેશભાઇ મલ્કાણ, ઇસરોના વૈજ્ઞાનિક સતીશ રાવ, રમણ સાયન્સ એન્ડ ટેકનોલોજી ફાઉન્ડેશનનાં ચેરમેન ચંદ્રમૌલી જોષી, એ.વીપીટીઆઇ એલ્યુમની એસો.ના આર.એલ. થેસીયા, ગોપાલ નમકીનના એકઝીકયુટીવ ડાયરેકટર

રાજભાઇ હદવાણી, પૂજીત રૂપાણી ટ્રસ્ટના અમિનેષભાઇ રૂપાણી, એવીપીટીઆઇ ના આચાર્ય ડો. એ.એસ. પંડયા અને વીવીપી ઇજનેરો કોલેજના આચાર્ય ડો. જયેશ દેશકર ઉ૫સ્થિત રહ્યા હતા.

કાર્યક્રમની શરુઆત ભારતીય પરંપરાગત રીતે માં સરસ્વતિની વંદના અને દીપ પ્રાગટય દ્વારા કરવામાં આવેલ. ત્યારબાદ ઉ૫સ્થિત તમામ આમંત્રીતોનું સ્મૃતિચીન્હ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે એવીપીટીઆઇ ના આચાર્ય ડો. એ.એસ. પંડયાએ તમામ મહેમાનોનું શબ્દ સ્વાગત કર્યુ હતુ.

ઇસરોના યુવા વૈજ્ઞાનિક સતીષ દવે આ અંગે ઉદબોધન કરતા જણાવેલ કે આ વિશેષ પ્રસંગ છે કારણ કે વિકમ સારાભાઇ ની ૧૦૦ વર્ષની ઉજવણી, ઇસરોની પ૦ વર્ષની ઉજવણી અને મહાત્મા ગાંધીની ૧પ૦મી વર્ષની ઉજવણીનો આ ત્રિવેણી સંગમ છે. તેમણે વધુમાં જણાવેલ છે કે મંગલયાનના સફળ પરીક્ષણ બાદ ભારતના તમામ નાગરીકો ઇસરો પ્રત્યે ઉત્સુક બનેલ છે અને તેને જોવા ઇચ્છે છે પરંતુ સલામતી ના કારણોસર તેઓ ઇસરોને નથી જોઇ શકતા આથી ઇસરોએ લોકો સમક્ષ જવાનું શરુ કર્યુ.

તેમણે વધુમાં જણાવેલ કે આ વર્ષમાં ઇસરો સમગ્ર દેશને કવર કરી રહ્યું છે. જેમાં ૧૦૦ થી વધુ પ્રદર્શનો ભારતના વિવિધ શહેરોમાં થશે. જેમાં ૧૦૦ થી વધુ લેકચર થશે જે પણ ગીનીસ બુકમાં એક રેકર્ડ બનશે.

આ પ્રસંગે જીટીયુ ના કુલપતિ ડો. નવીનભાઇ શેઠે પોતાની આગવી શૈલીમાં જણાવેલ કે આવા ભવ્ય અને સુંદર આયોજન માટે પ્રથમ તો બન્ને સંસ્થા એવીપીટીઆઇ અને વીવીપી ઇજનેરી કોલેજ તેમજ ઇસરોને ખુબ ખુબ અભિનંદન, વર્ષ ૧૯૩૦ માં ડો. રમનને નોબેલ પ્રાઇઝ શું આપણામાં ઇનોવેશન બંધ થઇ ગયું છે કે? શું બુઘ્ધિશકિત અને તર્ક ઓછા થઇ ગયા છે? આપણા વડવાઓ અને પૂર્વજો દરેક ગ્રહની સુક્ષ્મગતિ ગણતરી તેમજ ચંદ્ર અને સૂર્યગ્રહણ પરફેકટ સમય વિશે જાણતા હતા. જીવનના તમામ ક્ષેત્રમાં આપણે આગળ હતા પરંતુ અંગ્રેજોની નવી શિક્ષણ પઘ્ધતિનાં કારણે વિઘાર્થીઓમાં એક નવી જ માનસીકતા ઉભી થઇ છે. બાળપણમાં જ આપણને શીખવવા આવે છે. કે ભારત ખેતીપ્રધાન દેશ  છે આથી વિજ્ઞાન પ્રત્યેનો બાળકોમાં દ્રષ્ટિ કોણ ઉભો ન કરી શકાય.

Img 9440

સમગ્ર પ્રદર્શન તથા કાર્નિવલની સફળતા માટે એવીપીટીઆઇ ના આચાર્ય ડો. એ.એસ. પંડયા તથા વીવીપી કોલેજ ના આચાર્ય ડો. જયેશભાઇ દેશકરના માર્ગદર્શન હેઠળ કો-ઓર્ડીનેટર પ્રો. હેમેન્દ્ર ભટ્ટ, પ્રો. પી.એન.જોષી, ડો. અલ્પેશ આડેસરા, ડો. જીજ્ઞેશ જોશી તથા બન્ને કોલેજોના સમગ્ર કર્મચારીગણે ભારે જહેમત ઉઠાવેલ છે. બન્ને કોલેજોના ૧૬૦ વિઘાર્થીઓ ઇસરોના માર્ગદર્શન હેઠળ સમગ્ર પ્રદર્શનની જવાબદારી સુપેરે બજાવી રહ્યા છે.

સમગ્ર પ્રદર્શનના આયોજન માટે વીવીપી ના મેનેજીંગ ટ્રસ્ટી લલીતભાઇ મહેતા તથા ટ્રસ્ટીઓ કૌશિકભાઇ શુકલ, ડો. સંજીવભાઇ ઓઝા તથા હર્ષલભાઇ મણિયારે શુભેચ્છાઓ સાથ અભિનંદન પાઠવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.