Abtak Media Google News

પુલવામાના ત્રાલમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે થયેલી અથડામણ ચાલી રહી છે. જેમાં એક આતંકી ઠાર થયો છે. સુરક્ષાદળોના 2 જવાન શહીદ થઈ ગયા છે. સેનાના અધિકારીઓના જણાવ્યા મુજબ મંગળવારે સવારે સર્ચ ઓપરેશન દરમિયાન આતંકીઓએ જવાનો પર હુમલો કર્યો હતો. જેમાં સેના અને પોલીસના બે જવાન શહીદ થઈ ગયા છે

આતંકીઓ જંગલમાં છૂપાયાં હોવાની મળી હતી સૂચના

#UPDATE Encounter in Lam village of Tral in Pulwama district: All the three terrorists gunned down. More details awaited. #JammuandKashmir pic.twitter.com/NTspKDGWyH

— ANI (@ANI) April 24, 2018

સાઉથ કાશ્મીરના ત્રાલના જંગલમાં સેના અને CRPFના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે મંગળવારે સવારે આંતકીઓ છુપાયાં હોવાની ખબર મળી હતી જે બાદ સર્ચ શરૂ કર્યું હતું. આતંકીઓએ તેના પર ગોળીબારી શરૂ કરી હતી. જેમાં એક જવાન ઘાયલ થઈ ગયા જેમને હોસ્પિટલમાં સારવાર દરમિયાન જીવ ગુમાવ્યો હતો.સુરક્ષાદળોએ જવાબી કાર્યવાહી કરતાં એક આતંકી માર્યો ગયો હતો. આ દરમિયાન આતંકીઓની ગોળી લાગવાથી એક પોલીસ કર્મચારી પણ શહીદ થયો હતો.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.