શહેરમાં પીજીવીસીએલના નવા બે સબ ડિવિઝન બનશે

મોરબી રોડ અને મોટા મવા બે નવા સબ ડિવિઝનને લીલીઝંડી, નાનામવા, કાલાવડ રોડ, બેડીનાકા, માધાપર, આજી સબ ડિવિઝનમાંથી કનેકશનના ભાગલા કરાશે

રાજકોટ શહેરમાં વધુ બે નવા વીજ સબ ડિવિઝનને લીલીઝંડી મળી છે. જેથી હવે મોરબી રોડ અને મોટા મવાના સબ ડિવિઝન અલગ રહેશે. હવે શહેરમાં કુલ 23 સબ ડિવિઝન થશે.

રાજકોટમાં સરકારે વધુ બે નવા વીજ સબ ડિવીઝનને ગઇકાલે મોડી સાંજે મંજૂરી આપી દિધી છે. જેમાં મોરબી રોડ અને મોટામવા આ બંને નવા વીજ સબ ડિવીઝન બનવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નાનામવા, કાલાવડ રોડ, બેડીનાકા, માધાપર, આજી સબ ડિવીઝનમાંથી કનેકશનના ભાગલા કરવામાં આવશે.

હવે રાજકોટમાં 23 સબ ડિવીઝન થશે. નવા બંને સબ ડિવીઝનમાં ડે. ઇજનેર, બે જુનિયર ઇજનેર, એકાઉન્ટ, બીલીંગ તથા લાઇન સ્ટાફ મળી કુલ 35થી 40 લોકોની જગ્યા પણ ભરવામાં આવશે.

Loading...