Abtak Media Google News

અસરગ્રસ્તોને મોડીરાત્રે શાળા તેમજ સલામત સ્થળોએ ખસેડી ફૂડ પેકેટોનું વિતરણ કરાયું

ગુજરાતના સમુદ્ર કિનારે વાયુ વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહયો હોય  મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વવાળી રાજયની ભાજપા સરકાર સર્તક બની છે અને જાનમાલનું નુક્સાન નીવારી શકાય તે માટે તકેદારીના પગલા રૂપે હવામાન વિભાગ અને ઈસરો સાથે સતત સંપર્કમાં રહી સમગ્ર પિરસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહી છે અને સ્થિતિની સમિક્ષ્ાા કરી રાજય સરકારે રાહત બચાવ માટે આર્મી, કોસ્ટગાર્ડ, નેશનલ ડિઝાસ્ટર રેસ્ક્યુ ફોર્સ, સ્ટેેટ ડિઝાસ્ટર રેસ્ક્યુ ફોર્સ, નેવી અને તટરક્ષ્ાક દળને એલર્ટ રહેવા સહીતના આદેશ કરાયા છે ત્યારે શહેર ભાજપ દ્વારા આ સંભવિત વાવાઝોડાને ધ્યાનમાં રાખી સમગ્ર સૌરાષ્ટ્રભર માટે શહેર ભાજપ કાર્યાલય, રાજકોટ મહાનગર ખાતે તા.1ર જૂન થી તા.14 જૂન સુધી કંટ્રોલ રૂમ કાર્યરત કરાયો છે, અને કોઈપણ પિરસ્થિતિને પહોંચી વળવા માટે  શહેર ભાજપની તમામ શ્રેણીના કાર્યર્ક્તાઓને સ્ટેન્ડ ટૂ રખાયા છે ત્યારે આ વાયુ વાવાઝોડાની પિરસ્થિતિને ધ્યાનમાં લઈ શહેર ભાજપ અગ્રણીઓ અને તમામ  શ્રેણીના કાર્યર્ક્તાઓ સંપુર્ણ એલર્ટ છે ત્યારે શહેરના થોરાળા સહીતના વિસ્તારોમાં મધરાત્રે શહેર ભાજપ  પ્રમુખ કમલેશ મિરાણીની અધ્યક્ષ્ાતામાં શહેર ભાજપ દ્વારા મુલાકાત લઈ અસરગ્રસ્તોને શાળા તેમજ સલામત સ્થળોએ ખસેડી તેઓને ફુડ પેકેટોનું વિતરણ કરાયું હતું.

આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી કીશોર રાઠોડ, વિક્રમ પુજારા, ભીખુભાઈ ડાભી,  મહેશ બથવાર, રત્નાભાઈ મોરી, નાનજીભાઈ પારઘી, મહેશ અઘેરા, વરજાંગ હુંબલ, બીપીન સોલંકી, દેવજીભાઈ ખીમસુરીયા, વિનોદ કુમારખાણીયા, મૌલીક પરમાર, ઉજેશ દેશાણી સહીતના સાથે કાર્યર્ક્તાઓ જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.